મહિલા સાથે રતિક્રિડા કરતો હતો ASI, ગ્રામીણો દ્વારા પકડાતા થયો સસ્પેન્ડ

29 November, 2020 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહિલા સાથે રતિક્રિડા કરતો હતો ASI, ગ્રામીણો દ્વારા પકડાતા થયો સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર

કટિહારના એક ગામમાં મહિલા સાથે એએસઆઇ આપત્તિજનક સ્થિતિમાં પકડાઇ ગયો. જેથી ગ્રામીણોમાં ગુસ્સો છે. ગ્રામજનોએ અસિસ્ટન્ટ સબ ઇન્પેક્ટરની ધરપકડની માગ કરી છે. જેના પછી એએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એએસઆઇ પર આરોપ છે કે તેને જબરજસ્તી ઘરમાં જઇને મહિલા સાથે જબરજસ્તી કરી છે.

કટિહારના એસપી વિકાસ કુમારે કહ્યું કે બરારી પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઇને તેની શરમજનક હરકચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આગળ પણ તેના વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો યૂપી પોલીસ હેડક્વૉટરના અધિકારીએ કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે. જો એએસઆઇ દોષી સાબિત થયો તો કડક કાર્યવાહી થશે.

આ ઘટના બરારી થાણાના તિરસી ટોલાની છે. શનિવારે એએસઆઇ બાલેશ્વર પ્રસાદ મોડી રાતે સાડા અગિયાર વાગ્યે એક ઘરમાં ઘુસ્યો. જેની થોડીવાર પછી ગામના લોકો ઘરમાં ઘુસ્યા. આસ્સિટેન્ટ સબ ઇન્સપેક્ટર બાલેશ્વરને અંતર્વસ્ત્રમાં જોઇને બધાં ચોંકી ગયા. થોડીવારમાં ભીડ એકઠી થઈ ગઈ. સબ ઇન્સ્પેક્ટરની આ હરકતથી ગ્રામીણ ગુસ્સે ભરાયા અને એએસઆઇની ધોલાઇ કરવાની શરૂ કરી.

લોકોએ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના હાથ-પગ બાંધી દીધા. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને એએસઆઇ બાલેશ્વરને ગ્રામીણો પાસેથી છોડાવ્યા. એએસઆઇની ધરપકડની માગ કરતા સેંકડો ગ્રામીણ ત્યાં જ આંદોલન પર બેસી ગયા. ગ્રામીણોનો આરોપ છે કે આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટપ જબરજસ્તી ઘરની અંદર ઘુસ્યો અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા. મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે એએસઆઇ ભૂમિ વિવાદ મામલે વિરોધી પક્ષ સાથે ભળેલો છે. આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરે અમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને બીજા રૂમમાં બંધ કરી દીધો.

bihar national news Crime News