અરે આ શું, શાકભાજી ખરીદતાં પોલીસ ઑફિસરને જ પડ્યો ડંડો

02 April, 2020 01:16 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અરે આ શું, શાકભાજી ખરીદતાં પોલીસ ઑફિસરને જ પડ્યો ડંડો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાયરસના સંક્રમણને જોતાં મોટાભાગના લોકો પોતાના ઘરોમાં કેદ છે. લૉકડાઉન દરમિયાન ખૂબ જ ઓછા લોકો રસ્તા પર દેખાય છે. આ દરમિયાન બુધવારે નાલંદા અસ્થાવાં બજારમાં એક અજુગતું દ્રશ્ય જોવા મળ્યું. લોકો તે સમયે ડઘાઇ ગયા, જ્યારે સિવિલ ડ્રેસમાં શાકભાજી ખરીદતાં એક પોલીસ ઑફિસને અન્ય પોલીસ ઑફિસરે ડંડો મારી દીધો. જો કે, ઓળખ આપ્યા પછી ઑફિસરે માફી માગી.

માર્કેટમાં ભીડ એકઠી ન થાય તે જોવા નીકળ્યા હતા પોલીસકર્મીઓ
નાલંગાના અસ્થાવાં બજારમાં ભીડ અટકાવવા તેમ જ લૉકડાઉનનું પાલન કરવા માટે અસ્થાવાં પોલીસ પ્રશિક્ષુ ઑફિસરના નેતૃત્વમાં બુધવારે સવારે માાર્કેટમાં ભીડ એકઠી થઈ રહી હતી. આ દરમિયાન અસ્થાવાં થાણાંમાં કાર્યરત ઑફિસર અખિલેશ સિંહ સિવિલ ડ્રેસમાં શાકભાજી ખરીદતા હતા. સાવચેતી માટે તેમણે મોઢાં પર માસ્ક પહેરી રાખ્યું હતું, જે કારણસર બીજા ઑફિસર તેમને ઓળખી ન શક્યા અને તેમને એક ડંડો મારી દીધી. ડંડો પડતાં જ સિવિલમાં જે ઑફિસર હતા તે થોડીવાર તો કંઇ સમજી જ ન શક્યા કે શું થયું. થોડીવાર પછી તે ગુસ્સામાં લાલ થઈ ગયા. તેમણે ડ્યુટિ ઑફિસર પર આરોપ મૂક્યો કે તે લોકો માસ્ક વગર જ ડ્યૂટિ કરી રહ્યા છે.

જીવ જોખમમાં નાખીને ડ્યૂટિ કરી રહ્યા છે જવાન
જો કે ઓળખ આપ્યા પછી ડંડો મારનાર ઑફિસરે બીજા ઑફિસરની માફી માગી. ઘટનાની માહિતી થાણાં અધિકારી સંતોષ કુમારને થઈ ત્યારે તેમણે જણાવ્યું કે થાણાંમાં પુરતાં માસ્ક નથી. સાબુ અને સેનિટાઇઝર સુદ્ધાં નથી આપવામાં આવ્યા. થાણાંમાં કાર્યરત પોલીસો પોતાનો જીવ જોખમમાં મૂકીને ડ્યૂટિ કરી રહ્યા છે. વિનામાસ્ક ડ્યૂટિ કરવું ઓછું જોખમી નથી. આ મુશ્કેલીઓ પર કોઇનું પણ ધ્યાન નથી જતું. પોલીસની જવાબદારી છે કે તેઓ શંકાસ્પદો તેમજ બહારથી આવતાં લોકો પર ધ્યાન રાખે. જેના કારણે સંક્રમિત થવાનું જોખમ તેમને વધારે છે.

national news bihar coronavirus covid19