સિનિયર સિટિઝનો, કોરોનાગ્રસ્તો બૅલટપેપરથી વોટિંગ કરી શકશે

03 July, 2020 02:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિનિયર સિટિઝનો, કોરોનાગ્રસ્તો બૅલટપેપરથી વોટિંગ કરી શકશે

પ્રતીકાત્મક તસવીર

૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો તથા જેઓ કોરોના-સંક્રમણમાં હોય અથવા કોરોના-પૉઝિટિવ હોય એવા લોકો પોતાનો વોટિંગ-અધિકાર નિભાવી શકશે. અત્યાર સુધી બૅલટપેપરથી વોટિંગ કરવાની સુવિધા માત્ર પોલીસ અને આર્મીના કર્મચારીઓને આપવામાં આવતી હતી, પણ હવે કોરોના-સંક્રમિત અને વરિષ્ઠ લોકોને પણ આ સેવાનો લાભ આપવામાં આવશે.

બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે. કોરોનાને કારણે રાજકીય કામમાં પણ વિઘ્ન આવ્યું હતું જેમાં બૅલટપેપરથી વોટિંગ કરવાની સુવિધા સામાન્ય લોકોમાંથી પણ અમુક લોકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં જે લોકો ૬૫ વર્ષથી વધુની વયના છે અને વોટ કરવા નથી જઈ શકતા તથા જે લોકો કોરોના-સંક્રમિત થયા અને પૉઝિટિવ આવ્યા હોય એવા લોકો પણ હવે વોટ કરી શકશે.

અગાઉ ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે ૮૦ વર્ષથી વધુની વય ધરાવતા અને શારીરિક અક્ષમ લોકો માટે બૅલટપેપરથી વોટિંગ કરાવ્યું હતું.

bihar elections bihar national news coronavirus covid19 lockdown