PM મોદીએ બિહારનાં લોકોને લખ્યો પત્ર, કહ્યું મને નીતિશની સરકારની છે જરૂર

05 November, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PM મોદીએ બિહારનાં લોકોને લખ્યો પત્ર, કહ્યું મને નીતિશની સરકારની છે જરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ બિહારની જનતાને નામે એક પત્ર લખ્યો છે. બિહાર ચૂંટણી વચ્ચે પીએમ મોદીએ રાજ્યના લોકોને અપીલ કરતા કહ્યું છે કે, મને નીતિશની સરકારની જરૂર છે જેથી બિહારમાં વિકાસ ઠપ્પ ન થઈ જાય. ડબલ એન્જિનની તાકત આગામી દાયકામાં બિહારને વિકાસની નવી ઉંચાઇઓ પર લઈ જશે. વડાપ્રધાને ચાર પાનાંનું આ પત્ર લખ્યું છે.

તેમણે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોને વધામણી આપી છે. તેમણે કહ્યું કે યુવા-વૃદ્ધ, ગરીબ, ખેડૂક બધા જે રીતે વોટ આપવા માટે આગળ આવ્યા છે, તે આધુનિક અને નવા બિહારની તસવીર દર્શાવે છે. લોકતંત્રના આ મહાપર્વમાં બિહારના મતદાતાઓનો જોશ અમને ગજી વધુ ઉત્સાહથી કામ કરવા માટે પ્રેરિત કરે છે. સબકા સાથ- સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર ચાલતા એનડીએ સરકાર બિહારના ગૌરવશાળી ઇતિહાસને ફરી સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

એનડીએનો સંપૂર્ણ ફોકસ વિકાર પર કેન્દ્રિત રહ્યો
બિહાર ચૂંટણીનું સંપૂર્ણ ફોકસ વિકાસ પર કેન્દ્રિત રહ્યો. એનડીએ સરકારે છેલ્લા વર્ષોમાં જે કામ કર્યા. તેનું ન ફક્ત રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો, પણ જનતા સામે આગળનું વિઝન પણ મૂક્યું. જનતાને વિશ્વાસ છે કે બિહારનો વિકાસ એનડીએ સરકાર જ કરે છે. મક્કમ પાયા માટે વિકાસ અને કાયદાનું રાજ એનડીએ સરકાર જ કરે છે. અવ્યવસ્થા અને અરાજકતાના માહોલમાં નવનિર્માણ શક્ય નથી. વર્ષ 2005 પછી બિહારમાં માહોલ બદલાયો. નવનિર્માણનો પ્રારંભ થયો.

વીજળી-પીણીથી લઈને શિક્ષણ-સ્વાસ્થ્ય સુધી અભૂતપૂર્વ કામ
એનડીએએ બિહારમાં વીજળી, રસ્તા-પાણી, શિક્ષણ-સ્વાસ્થ્ય સહિત બધાં ક્ષેત્રોમાં ઘણું કામ કર્યું છે. બિહારને અભાવથી આકાંક્ષા તરફ લઈ જવું બિહાર સરકારની ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. શૌચાલય, ઘરે-ઘરે ગૅસ, જળની આપૂર્તિ, ગરીબને બૅન્ક સાથે જોડવા સુધી બધું બિહારવાસીના વોટની તાકતથી જ શક્ય બન્યું છે. વડાપ્રધાન આવાસ યોજના દ્વારા ઘર મળ્યો તો મુદ્રા યોજના દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને ઋણ મળ્યું. વૃદ્ધાવસ્થામાં પેન્શનથી લઈને વીમાની સુરક્ષા પણ આપવામાં આવી છે. બિહારવાસી સ્વામિત્વ યોજનાની પણ ખૂબ જ આશાથી રાહ જોઇ રહ્યા છે.

આત્મનિર્ભર બિહારના સંકલ્પને સાકાર કરશે
એનડીએ સરકારે રોડ માર્ગ સાથે જળમાર્ગ અને હવાઇ માર્ગની કનેક્ટિવિટી પણ બિહારમાં વધારવામાં આવી છે. કનેક્ટિવિટી જેટલી વધશે, તેટલું જ ગરીબ-ખેડૂત, નવયુવાન અને મધ્યમ વર્ગના જીવનસ્તરમાં સુધારો થશે. બિહાર પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજનાનો મોટો ભાગ છે. બિહાર ગૅસ આધારિત અર્થવ્યવસ્થામાં મોટો ભાગીદાર છે. ગંગાજી પર વિકસિત થતા જળમાર્ગ થકી પણ બિહારને મોટો લાભ મળી રહ્યો છે. આજે બિહારમાં દુકાન કે ફેક્ટ્રી ચલાવનારાથી લઈને લારી વાળા સુધી બધાં ભયમુક્ત રીતે કામ કરી રહ્યા છે. લોકો આત્મનિર્ભર બિહારના સંકલ્પને સાકાર કરવામાં લાગેલા છે.

nitish kumar narendra modi national news bihar bihar elections