બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી Covid-19 પૉઝિટિવ

22 October, 2020 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી Covid-19 પૉઝિટિવ

ફાઈલ તસવીર

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી કોવિડ-19 પૉઝિટિવ થતા બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર વચ્ચેનું સંકટ વધી રહ્યા હોવાનું જણાય છે.

તેમને પટનાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી.

તેમણે ટ્વીટ કર્યું કે, મારો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલમાં તબિયત સારી છે પણ છેલ્લા બે દિવસથી શરીરનું તાપમાન અમૂક હદ સુધી વધ્યુ હતું. પટણાની એમ્સમાં હું દાખલ થયો છું. ફેફસાનું સિટી સ્કેન કરવામાં આવ્યું જે નોર્મલ જણાઈ રહ્યું છે.

બિહારમાં સુશીલ મોદી પહેલા ભાજપના કેટલાક અન્ય નેતાઓ પણ કોરોના સંકટની પકડમાં આવી ગયા છે. બીજેપીના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાહનવાઝ હુસેન પાછલા દિવસે કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા. જે બાદ રાજીવ પ્રતાપ રૂડી, મંગલ પાંડેએ પોતાને અલગ રાખ્યા હતા.

national news bihar coronavirus covid19