Bihar Crime: મૉલના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ સાથે અશ્લીલ હરકતો કરતા ઝડપાયો યુવક- પોલીસ બોલાવાઈ

27 August, 2025 06:12 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

Bihar Crime: આ કપલ શેરપુર વિસ્તારનું રહેવાસી છે. જેમાં છોકરી બારમા ધોરણમાં ભણે છે. મૉલના અન્ય કર્મચારીઓએ આ બન્નેને બાથરૂમમાં અશ્લીલ હરકતો કરતા પકડી પાડ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

બિહાર (Bihar Crime)માંથી ફરી એકવાર હેવાનિયતભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રેમી કપલ મૉલમાં ફરવા માટે ગયું હતું. પણ, હદ તો ત્યાં થઇ કે આ કપલે બાથરૂમમાં અશ્લીલ હરકતો કરવાનું શરુ કરી નાખ્યું. આ વાત પોલીસના કાને પણ પહોંચી હતી.

પ્રેમીપંખીડાઓએ બાથરૂમમાં કરી અશ્લીલ હરકતો 

Bihar Crime: રિપોર્ટ પ્રમાણે આ કપલ શેરપુર વિસ્તારનું રહેવાસી છે. જેમાં છોકરી બારમા ધોરણમાં ભણે છે. તેનો બોયફ્રેન્ડ અઘોરિયા બજાર-રામદયાળૂ રોડ પર એક મૉલમાં કામ કરે છે. આ બન્ને પ્રેમીપંખીડાઓ મોતીઝીલસ્થિત બજારમાં પુસ્તકો ખરીદી કરવા માટે મૉલમાં ગયા હતા. છોકરાએ પોલીસને એવું કહ્યું હતું કે પ્રેમિકાને મૉલમાં લટાર મારતી વખતે અચાનક પેટમાં દુઃખવા લાગ્યું હતું. ત્યારબાદ તે વોશરૂમમાં ગઈ હતી. તેને અસહ્ય પીડા થતી હોવાનું જાણીને તે ખુદ બાથરૂમમાં ગયો હતો. 

પોલીસને ખોટું કહ્યું હતું છોકરાએ 

જોકે, ખરી વાત તો એ છે કે મૉલના અન્ય કર્મચારીઓએ આ બન્નેને બાથરૂમમાં અશ્લીલ હરકતો કરતા પકડી પાડ્યા હતા. તરત જ મૉલના અન્ય કર્મચારીઓએ શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીને પણ તેડાવી લીધા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને એકબીજા સાથે આઠ વર્ષથી રીલેશનમાં છે. આ બંનેનાં ઘર એક એક કિલોમીટરના અંતર પર જ આવેલા છે.

Bihar Crime: માહિતી અનુસાર જ્યારે કર્મચારીઓએ પ્રેમીપંખીડાઓને અશ્લીલ હરકતો કરતા ઝડપ્યાં ત્યારે  ભૂલ સ્વીકારવાને બદલે છોકરો તો ઉપરથી મૉલના કર્મચારીઓ સાથે ઝઘડવા લાગ્યો હતો. તેના આ વિચિત્ર વર્તન બાદ જ કર્મચારીઓને પોલીસને ફોન કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા કપલને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. બંનેના પરિવારજનોને પણ ત્યાં બોલાવીલે બધી જ હકીકત કહેવામાં આવી હતી. આ સાથે જ ફરી આવી ભૂલ ન કરવાના વાયદા સાથે બંને પીઆર બોન્ડ પર છોડી મુકાયા હતા. આ કેસ મોતીઝીલસ્થિત એક મૉલમાં બન્યો હતો. 

આમ, બોયફ્રેન્ડે પોલીસને ખોટું કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડને પેટમાં દુખ્યું હતું. (Bihar Crime) અને એટલે એ વોશરૂમમાં ગઈ હતી. વધારે દુખાવો ઉપડતા તેણે પણ અંદર જવું પડ્યું હતું. છોકરાની આ વાતને ખોટી જાહેર કરતા મૉલના અન્ય કર્મચારીઓએ શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીને સત્ય હકીકત જણાવી હતી.

નગર પોલીસ સ્ટેશનના અધિકારી શરતકુમારે જણાવ્યું હતું કે કપલના પરિવારના સભ્યોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. વળી, કપલને આવું ફરીવાર ન કરવાની પણ ન ચેતવણી સાથે તેને પીઆર બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસે આગળની તપાસ ચાલુ રાખી છે અને સ્થાનિક વહીવટીતંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

 

national news india bihar Crime News crime branch sexual crime sex and relationships