પ્રતિકૂળ હવામાનના કારણે ગયામાં નીતીશ કુમારના હેલિકૉપ્ટરનું ઇમર્જન્સી લૅન્ડિંગ

20 August, 2022 08:42 AM IST  |  Gaya | Gujarati Mid-day Correspondent

જોકે હવામાનની સ્થિતિમાં સુધારો ન થતાં મુખ્ય પ્રધાન રોડ માર્ગે પટના પહોંચ્યા હતા

ફાઇલ તસવીર

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના હેલિકૉપ્ટરે ગયામાં ગઈ કાલે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. એક સિનિયર અધિકારીએ એનું કારણ પ્રતિકૂળ હવામાન હોવાનું જણાવ્યું હતું. મગધ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિનય કુમારે કહ્યું હતું કે ‘પટના પાછા ફરતી વખતે હેલિકૉપ્ટરના પાઇલટે પ્રતિકૂળ હવામાનને કારણે ગયા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. જોકે હવામાનની સ્થિતિમાં સુધારો ન થતાં મુખ્ય પ્રધાન રોડ માર્ગે પટના પહોંચ્યા હતા.’ 

national news patna nitish kumar