કોરોના મહામારી બાદ 243 બેઠકો પર 3 ફૅઝમાં યોજાનારી પ્રથમ મહત્વની ચૂંટણી

26 September, 2020 01:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના મહામારી બાદ 243 બેઠકો પર 3 ફૅઝમાં યોજાનારી પ્રથમ મહત્વની ચૂંટણી

આચારસંહિતા લાગુ : બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતાં પટનામાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારનું પોસ્ટર પાલિકાના કર્મચારીઓએ હટાવ્યું હતું. તસવીર : પી.ટી.આઇ.

ચાલુ વર્ષે બિહારની ૨૪૩ બેઠકો પર યોજાનારી વિધાનસભાની ચૂંટણી દેશમાં પ્રસરેલી કોરોના વાઇરસ મહામારી બાદ હાથ ધરાનારી પ્રથમ મહત્ત્વની ચૂંટણી બની રહેશે.

બિહારની વિધાનસભાની મહત્વની ચૂંટણીઓ ૨૮ ઑક્ટોબરથી ત્રણ તબક્કામાં યોજાશે અને મતગણતરી ૧૦ નવેમ્બરે યોજાશે એવી જાહેરાત દેશના ચૂંટણીપંચે શુક્રવારે કરી હતી.

બિહાર વિધાનસભાની મુદત આ વર્ષે ૨૯ નવેમ્બરે સમાપ્ત થશે. બિહારમાં કુલ ૭.૨ કરોડ મતદારો છે અને ૨૦૧૫માં યોજાયેલી ગઈ ચૂંટણીમાં રાજ્યમાં ૫૮ ટકા કરતાં વધુ મતદાન થયું હતું.

આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી ૨૮ ઑક્ટોબર, ૩ નવેમ્બર અને ૭ નવેમ્બર એમ ત્રણ તબક્કામાં યોજાશે. ૨૦૧૫માં ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી.

bihar elections bihar national news bharatiya janata party