કૉંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાયા, કૉંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

25 January, 2022 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પ્રસંગે આરપીએન સિંહે પીએમ મોદી-સીએમ યોગીના વખાણ કર્યા હતા.

આરપીએન સિંહ. Pic/ RPN સિંઘનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ

આરપીએન સિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે આરપીએન સિંહે પીએમ મોદી-સીએમ યોગીના વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે આરપીએન સિંહને બીજેપીનું સભ્યપદ અપાવ્યું હતું.

ભાજપમાં જોડાયા બાદ આરપીએન સિંહે જેપી નડ્ડા તેમ જ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે “પીએમ મોદીએ બહુ ઓછા સમયમાં રાષ્ટ્ર નિર્માણનું કામ કર્યું છે. સિંહે એમ પણ કહ્યું કે “યુપીમાં સીએમ યોગીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કર્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે “હું પૂર્વાંચલથી આવું છું, જેનો મને ગર્વ છે. ડબલ એન્જિનની સરકારે અહીં વિકાસના ઘણા કામો કર્યા છે.”

આરપીએન સિંહે કોંગ્રેસની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો તેમને અગાઉથી કહેતા હતા કે તેમણે ભાજપમાં જવું જોઈએ. તેમણે કહ્યું કે “આના પર હું કહેવા માગુ છું કે મોડું થઈ જવું જોઈએ.”

આ અવસર પર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, અનુરાગ ઠાકુર હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ કુશીનગરની પદ્રૌના વિધાનસભા બેઠક પરથી સ્વામી પ્રસાદ મૌર્ય સામે આરપીએન સિંહને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.

આરપીએન સિંહની સાથે શશિ વાલિયા (યુપી કોંગ્રેસના પ્રવક્તા), રાજેન્દ્ર અવાના (યુપી રાજ્ય સચિવ, કોંગ્રેસ) પણ ભાજપમાં જોડાયા હતા.

national news congress bharatiya janata party