પત્નીને માર મારતા આઇપીએસ ઑફિસરનો વિડિયો થયો વાઇરલ, નોકરી ગઈ

29 September, 2020 12:35 PM IST  |  Bhopal | Agency

પત્નીને માર મારતા આઇપીએસ ઑફિસરનો વિડિયો થયો વાઇરલ, નોકરી ગઈ

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે જણાવ્યું કે રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (પ્રૉસિક્યુશન) પુરુષોત્તમ શર્માનો પત્નીને માર મારતો વિડિયો વાઇરલ થયા બાદ તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. વિડિયોમાં તેમની પત્ની પોતાનો બચાવ કરતી પણ જોવા મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે ડીજીપીના કોઈ અન્ય મહિલા સાથે સંબંધ હતા, જેને લઈને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘ઑફિસરને તેમના કામકાજમાંથી છૂટા કરવામાં આવે છે. કોઈ પણ જવાબદારીભરી પૉઝિશનનો ગેરુપયોગ કરશે અથવા ગેરકાનૂની કામકાજમાં સંડોવાયેલા હશે અથવા કાનૂન પોતાના હાથમાં લેશે તો તેની સામે ઍક્શન લેવામાં આવશે.’

આ સમાચાર વિશે કોઈ પણ સત્તાવાર રિપોર્ટ હજી નથી આવ્યો. પુરુષોત્તમના પુત્ર પાર્થ શર્મા, જે આયકર વિભાગમાં ડેપ્યુટી કમિશનર છે, તેણે આ વિડિયો હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રા અને અન્ય બ્યુરોક્રૅટ્સને મોકલી પોતાના પિતા સામે ફરિયાદ દાખલ કરી પગલાં લેવા વિનંતિ કરી હતી.

national news bhopal madhya pradesh Crime News