Bhopal Fire News: મંત્રાલયની જૂની બિલ્ડિંગમાં ફાટી આગ, દસ્તાવેજોનો થયો ધુમાડો

09 March, 2024 01:39 PM IST  |  Bhopal | Gujarati Mid-day Online Correspondent

Bhopal Fire News: ભોપાલમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. અહીં અરેરા હિલ્સમાં સ્થિત વલ્લભ ભવન (મંત્રાલય)ના ત્રીજા માળે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. 

આગની પ્રતીકાત્મક તસવીર

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી ભીષણ આગની ઘટના (Bhopal Fire News) સામે આવી છે. અહીં અરેરા હિલ્સમાં સ્થિત વલ્લભ ભવન (મંત્રાલય)ના ત્રીજા માળે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગેટ નંબર 5 અને 6ની વચ્ચે આવેલી મોટી બિલ્ડિંગના ત્રીજા માળે ભયંકર આગ (Bhopal Fire News) ફાટી નીકળી હતી. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

અંદર કોઈ ફસાયું હોઈ શકે છે 

જ્યારે આ આગની ઘટના (Bhopal Fire News)ની માહિતી મળી હતી ત્યારે તરત જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર બીજા અને ત્રીજા માળે લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે, જ્યારે ચોથા માળે લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કોઈ ઈમારતની અંદર ફસાયેલ હશે તો તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.

સીએમ મોહન ભાગવતે પણ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના વલ્લભ ભવન રાજ્ય સચિવાલયમાં આગની ઘટના બાદ પોતાની પ્રતિક્રિયા શૅર કરી હતી. તેમણે કહ્યું, “ભવનની જૂની ઇમારતના ત્રીજા માળે આગ લાગી છે. કલેક્ટર પાસેથી મળેલી માહિતીના આધારે મેં સીએસને મોનિટરિંગ કરવા કહ્યું છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અમે સૂચના જારી કરી છે. મને આશા છે કે આવી ઘટના (Bhopal Fire News) ફરી નહીં થાય”

5 કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે ફાયર કર્મીઓએ મંત્રાલયની જૂની ઈમારતમાં ફસાયેલા પાંચ કર્મચારીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. જો કે હજુ પણ કેટલાક કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ફસાયેલા હોય શકે તેવી સંભાવના છે. 

કર્મચારીઓ પહેલેથી અંદર હતા કે પછી કાગળો બચાવવા દોડ્યા હતા?

પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ સ્પષ્ટપણે કહી શકતા નથી કે આ કર્મચારીઓ પહેલેથી જ મંત્રાલયમાં હાજર હતા કે પછી આગ (Bhopal Fire News) ઓલવવા અને દસ્તાવેજો સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મંત્રાલયની અંદર પહોંચ્યા હતા.

મંત્રાલય બંધ હોવા છતાં કઈ રીતે લાગી આગ? કારણ અકબંધ

મહાશિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાને કારણે શુક્રવારે મંત્રાલયમાં રજા હતી. આ દિવસે મંત્રાલય બંધ હતું. હવે બીજે દિવસે શનિવારે સવારે આસપાસ મંત્રાલયમાં આગ લાગવાની ઘટના (Bhopal Fire News) બની છે. ગુરુવારે સાંજે લગભગ 6 વાગ્યે મંત્રાલય બંધ થયા પછી ત્યાં કોઈ નહોતું. શુક્રવારે આખો દિવસ બંધ રહ્યો હતો, શનિવારે આગ લાગી હતી, આથી ઓફિસ બંધ થયાના 38 કલાક બાદ આગ શેના કારણે લાગી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

national news bhopal madhya pradesh fire incident mohan bhagwat