શહીદોના પરિવારને Bharat Ke Veer એપથી કરો મદદ

16 February, 2019 11:46 AM IST  | 

શહીદોના પરિવારને Bharat Ke Veer એપથી કરો મદદ

આ એપ્લીકેશન દ્વારા કરી શકો છો ડોનેટ

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા છે. દેશભરમાં તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના થઈ રહી છે. તો શહીદોના પરિવારને મદદ માટે પણ લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે જો તમે પણ શહીદ જવાનોના પરિવારને મદદ કરવા ઈચ્છો છો તો તમે પણ ડોનેટ કરી શકો છો. આ માટે તમારે Bharat Ke Veer એપ અથવા Bharatkevee.gov.in સાઈટ પર લોગ ઈન કરવું પડશે. તમે શહીદોના પરિવારને 15 લાખ સુધીની રકમ ડોનેટ કરી શકો છો.

ભારત કે વીર વેબસાઈટ

2017માં શરૂ થઈ હતી વેબસાઈટ

ગૃહ મંત્રાલયે 2017માં Bharat Ke Veer વેબસાઈટ અને એપની શરૂઆત કરી હતી. શહીદોના પરિવારને સામાન્ય જનતા પણ મદદ કરી શકે તે ઉદ્દેશ્ય સાથે આ વેબસાઈટ શરૂ થઈ હતી. કોઈ પણ વ્યક્તિમાં અહીં બે રીતે ડોનેશન આપી શકે છે. તમે સીધા જ શહીદ જવાનના અકાઉન્ટમાં કે પછી ભારત કે વીર ફંડમાં રકમ ડોનેટ કરી શકો છો.

કોને કોને કરી શકો છો મદદ ?

આ વેબસાઈટ કે એપ પર ડોનેટ કરીને તમે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સેન્ટ્રલ ઈન્ટસ્ટ્રીયલિસ્ટ સિક્યોરિટી ફોર્સ, ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ, સશસ્ત્ર સીમા દળ, અસમ રાઈફલ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સના શહીદ જવાનોના પરિવારને મદદ કરી શકો છો.

કેવી રીતે કરશો ડોનેશન ?

સૌથી પહેલા તમારે Bharat Ke Veer એપ ફોનમાં ઈન્સ્ટોલ કરી પડશે. અથવા તમે વેબસાઈટ પર પણ લોગ ઈન કરી શકો છો. આ રીતે કરાયેલું ડોનેશન સીધું જ સૈનિકોના પરિવારના બેન્ક અકાઉન્ટમાં જમા થાય છે.

આ પણ વાંચોઃ ઉત્તર મુંબઈ વેપારી સંગઠન શહીદોને આપશે ૪૦ લાખની સહાયરૂપી શ્રદ્ધાંજલિ

વેબસાઈટ ખોલતા સમયે ખાસ ધ્યાન રાખો કે તેમાં gov.in લખેલું હોય. જો URLમાં gov.in સિવાય લખેલું હોય તો તે સાઈટ પર ડોનેટ ન કરો. અત્યાર સુધી Bharat Ke Veer ફંડમાં 45.32 કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે.

national news terror attack