ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમ માટે ૨૧ પૉલિટિકલ પાર્ટીઓને આમંત્રણ, પરંતુ ૧૨ જ હાજર રહેશે

30 January, 2023 12:27 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આમંત્રણ છતાં ભાગ ન લેનારી પાર્ટીઓમાં તૃણમૂલ કૉન્ગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીડીપીનો સમાવેશ થાય છે. 

શ્રીનગરમાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન લાલ ચોક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. તસવીર એ.એન.આઇ.

નવી દિલ્હીઃ કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રાના આજના સમાપન કાર્યક્રમમાં ૧૨ વિપક્ષો ભાગ લેશે. આ કાર્યક્રમ માટે ૨૧ પૉલિટિકલ પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સુરક્ષાના કારણોસર કેટલીક પૉલિટિકલ પાર્ટીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવાની નથી. આમંત્રણ છતાં ભાગ ન લેનારી પાર્ટીઓમાં તૃણમૂલ કૉન્ગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ટીડીપીનો સમાવેશ થાય છે. 
ડીએમકે (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દલ, જનતા દલ (યુનાઇટેડ), ઉદ્ધવ ઠાકરેની શિવ સેના, સીપીઆઇ (એમ), સીપીઆઇ, વિદુથલાઈ ચિરુથઈગલ કતચી, કેરાલા કૉન્ગ્રેસ, નૅશનલ કૉન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓ શ્રીનગરમાં આ કાર્યક્રમમાં ભાગ લેશે.

national news srinagar jammu and kashmir rahul gandhi congress bharat jodo yatra tmc samajwadi party