ઍર ફોર્સના કૅડેટનું મૃત્યુ  : છ અધિકારીઓ પર હત્યાનો આરોપ

26 September, 2022 09:22 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરના સબર્બ જલહલ્લીમાં શનિવારે ઍર ફોર્સ ટેક્નિકલ કૉલેજમાં આ ઘટના બની હતી

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં કૉલેજ કૅમ્પસમાં ૨૭ વર્ષના એક કૅડેટ ટ્રેનીના મૃત્યુ બાદ ઍર ફોર્સના છ અધિકારીઓ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બૅન્ગલોરના સબર્બ જલહલ્લીમાં શનિવારે ઍર ફોર્સ ટેક્નિકલ કૉલેજમાં આ ઘટના બની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કૅડેટ ટ્રેનીની વિરુદ્ધ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યા બાદ તેણે સુસાઇડ કર્યું હોવાનો આરોપ છે. કૅડેટ ટ્રેની અંકિત કુમાર ઝાએ તેના સુસાઇડ લેટરમાં ઍર કમાન્ડર, વિંગ કમાન્ડર અને ગ્રુપ કૅપ્ટનની રૅન્ક ધરાવતા અધિકારીઓનાં નામનો ઉલ્લેખ કર્યો છે. અંકિત ઝાના ફૅમિલી મેમ્બર્સે આરોપ મૂક્યો છે કે કૉલેજ કૅમ્પસમાં તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો. તપાસ અધિકારીઓ અનુસાર અંકિત ઝાની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી શરૂ થયા બાદ તેને તેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

સિનિયર પોલીસ અધિકારી વિનાયક પાટીલે કહ્યું હતું કે પીડિતના ભાઈ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. અમે ફૅમિલી મેમ્બર્સે મૂકેલા આરોપોની ખરાઈ કરવા માટે પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. વિક્ટિમની વિરુદ્ધ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ હતો. તેની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી શરૂ થયા બાદ કૅમ્પસમાં એક રૂમમાં તે લટકતો જોવા મળ્યો હતો.

 

national news bengaluru indian air force