પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતીની હત્યા કરનારને 10 લાખનું ઇનામ

24 February, 2020 07:44 AM IST  |  Bengaluru

પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતીની હત્યા કરનારને 10 લાખનું ઇનામ

અમૂલ્યા લિયોન અને ઔવેસી

હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેનાના એક કાર્યકરે બૅન્ગલોરમાં સીએએ વિરોધી રૅલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર અમૂલ્યા લિયોનની હત્યા કરવા માટે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

એક વિડિયો-ફુટેજમાં કાર્યકર સંજીવ મારદી એલાન કરતો જોવા મળે છે. તે કહે છે, ‘જો સરકારે તેને છોડી દીધી તો હું તેને મારી નાખીશ. મારદીએ આ એલાન શ્રીરામ સેના દ્વારા બેલ્લારી શહેરમાં આયોજિત એક રૅલીમાં કર્યું હતું. મારદીએ કહ્યું હતું કે અમૂલ્યાની હત્યા કરનારને શ્રીરામ સેના તરફથી અમે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપીશું.

બીજી તરફ બેલ્લારીના પોલીસતંત્રનું કહેવું છે કે આવો કોઈ વિડિયો અમને જોવા મળ્યો નથી અને આવી કોઈ જાહેરાત થઈ હોવાનું અમારા ધ્યાનમાં નથી. પોલીસવડા સી. કે. બાબાએ કહ્યું હતું કે મને પહેલાં તો આ વિશે જાણકારી મેળવવા દો.

અમૂલ્યા લિયોને રૅલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા બાદ લોકોમાં ભારે રોષ ભડકી ઊઠ્યો છે. તેના ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.

asaduddin owaisi national news pakistan caa 2019