23 September, 2023 04:36 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના બેંગ્લુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો (Bengaluru Crime) સામે આવ્યો છે. બેંગ્લુરુ ગ્રામીણ પોલીસે બળાત્કાર અને `લવ જેહાદ`ના આરોપ બાદ કાશ્મીરના 32 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ આરોપ તેના લવ-ઇન-પાર્ટનરે લગાવ્યો છે. જે 2018થી તેના લિવ-ઈન પાર્ટનર હતા. આ બંને વર્ષ 2018થી લિવ-ઇન પાર્ટનરશીપમાં હતા. આ પીડિતાએ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવક પર આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ આરોપ બાદ પોલીસે આ અઠવાડિયે કાશ્મીરમાંથી મોગિલ અશરફ બેગ નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેને ગુરુવારે તેને બેંગલુરુ લાવવામાં આવ્યો હતો.
આરોપી યુવક પર બળાત્કાર, યૌન શોષણ, ધાકધમકી માટે ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડી અને કર્ણાટક પ્રોટેક્શન ઑફ રાઇટ ટુ રિલિજિયન અધિનિયમ, 2022 હેઠળ ગેરકાયદે ધર્માંતરણનો પ્રયાસ કરવાના આરોપો બદલ ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલો 6 સપ્ટેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો. પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર એક યુવક પર બળાત્કાર અને લવ જેહાદનો આરોપ લગાવ્યો હતો. તેટલું જ નહીં આ આરોપની પોસ્ટ દ્વારા તેણે કર્ણાટક પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. મહિલાએ `X` પર બેંગ્લુરુ પોલીસ, કર્ણાટકના પોલીસ મહાનિર્દેશકને ટૅગ કરીને પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “સર, હું લવજીહાદ, બળાત્કાર અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો શિકાર બની છું. મહેરબાની કરીને મને બેંગ્લુરુ (Bengaluru Crime) માં તાત્કાલિક પોલીસ સહાયની જરૂર છે. કારણ કે મારો જીવ જોખમમાં છે.`` આ પોસ્ટ કર્યા બાદ પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસે તે શખ્સને શોધી કાઢ્યો હતો અને તેના નિવેદનના આધારે ફરિયાદ નોંધી હતી.
આ મામલે એફઆઇઆર પણ નોંધવામાં આવી હતી. 14 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ પીડિતા 2018માં તે વ્યક્તિને મળી હતી. આ બંને એકબીજાને ત્યારે મળ્યા હતા જ્યારે બંને બેંગ્લુરુમાં (Bengaluru Crime) એક આઈટી ફર્મમાં સાથે કામ કરતા હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ વ્યક્તિએ તેને લગ્નનું વચન આપીને છેતરપિંડી કરીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. પીડિતાએ એમ પણ ઉમેર્યું હતું કે તેણે કોઈપણ ધાર્મિક બંધનો વિના તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને બંને સાથે રહેવા લાગ્યા હતા.
આ ઉપરાંત પીડિતાએ જણાવ્યું હતું કે તેમના લિવ-ઇન સમય દરમિયાન, તે વ્યક્તિએ તેને સેક્સ કરવા માટે દબાણ કર્યું હતું અને લગ્નની પૂર્વ શરત તરીકે યુવતીનો ધર્મ પરિવર્તન કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ બાબતની જાણ થતાં જ બેંગ્લુરુ ગ્રામીણ પોલીસે (Bengaluru Crime) એક પોલીસ ટીમને કાશ્મીર મોકલી હતી અને આરોપીને શોધી કાઢ્યો હતો. બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેને શ્રીનગરમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બેંગ્લુરુ લાવવામાં આવ્યો હતો.