PM 23 જાન્યુઆરીના કોલકતાથી કરશે નેતાજીની 125મી જયંતી સમારોહની શરૂઆત

31 December, 2020 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PM 23 જાન્યુઆરીના કોલકતાથી કરશે નેતાજીની 125મી જયંતી સમારોહની શરૂઆત

તસવીર સૌજન્ય જાગરણ

પીએમ નરેન્દ્ર મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીના સમારોહની શરૂઆત 23 જાન્યુઆરીના કોલકાતામાંથી કરી શકે છે. પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુભાષ બોઝની બહાદૂરી જગજાહેર છે. આપણે ટૂંક સમયમાં જ આ પ્રતિભાશાળી વિદ્વાન, સૈનિક અને મહાન નેતાની 125મી જયંતી ઉજવવાના છીએ.

હકીકતે બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંગાળની માટે સાથે જોડાયેલી વિભૂતિઓ સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષ ચંદ્ર બોસ, શ્રીરામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષને લઈને રાજકારણ થઈ રહ્યું છે. ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વિભૂતિઓને લઈને પરસ્પર પાસાં રમી રહ્યા છે. નોંધનીય છે કે મહાન સ્વતંત્રતા સેનાની તેમજ આઝાદ હિંદ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી સમારંભની રૂપરેખા તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગઠન કરવામાં આવેલી કમિટીમાં ઇતિહાસકારો અને બોઝના પરિવારના સભ્યોની સાથે-સાથે આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલા મુખ્ય લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે આવતા મહિને 23 જાન્યુઆરીના બોઝની 125મી જયંતીથી સમારોહની શરૂઆત થશે, જે આખું વર્ષ ચાલશે. સુભાષ ચંદ્ર બોઝના 125મા જયંતી સમારોહના કાર્યક્રમ કોલકાતા અને દિલ્હીની સાથે-સાથે દેશ-વિદેશમાં તે દરેક સ્થળે આયોજિત કરવામાં આવશે, જે બૉઝ અને આઝાદ હિંદ ફોજ સાથે સંબંધિત છે.

પીએમ સતત ઉઠાવી રહ્યા છે બંગાળ સાથે જોડાયેલા મુદ્દા
તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદી સતત બંગાળ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યા છે. પછી તે ખેડૂત આંદોલન હોય કે આયુષ્માન ભારત યોજના હોય, બંગાળ સરકાર દ્વારા લાગૂ ન પાડવામાં આવતાં પીએમની ટીકા કરી ચૂક્યા છે. આની સાથે બંગાળના મહત્વપૂર્ણ દિવસને પણ તે બાંગ્લામાં ટ્વીટ કરીને વધામણી આપી રહ્યા છે. તાજેતરમાં વર્ચ્યુઅલ સમિટ દરમિયાન દક્ષિણેશ્વર મંદિર અને કૂચિબહારની રાજબાડીને પોતાના બૅકડ્રૉપમાં રાખ્યું હતું.

તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહે બંગાળના પ્રવાસની શરૂઆત સ્વામી વિવેકાનંદના પૈતૃક આવાસમાંથી કરી હતી. તે શાંતિનિકેતનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય પણ ગયા હતા અને આ વિભૂતિઓના યોગદાનને યાદ કર્યો હતો.

national news narendra modi subhash chandra bose kolkata