અયોધ્યામાં મસ્જિદ નિર્માણ પહેલા ટ્રસ્ટે શૅર કર્યો લોગો, જાણો વધુ

24 August, 2020 06:53 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અયોધ્યામાં મસ્જિદ નિર્માણ પહેલા ટ્રસ્ટે શૅર કર્યો લોગો, જાણો વધુ

આ આઇઆઇસીએફનો ઑફિશિયલ લોગો છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનનારી મસ્જિદનો લોગો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ લોગો કેન્દ્રીય સુન્ની વક્ફ બૉર્ડ તરફથી બનાવવામાં આવેલા ટ્રસ્ટ ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF)એ જાહેર કર્યો છે. આ લોગોમાં દિલ્હીમા હિમાયૂં મકબરાની ઝલક જોવા મળે છે. આ લોગો શૅર કરતી વખતે ટ્રસ્ટે કહ્યું કે મસ્જિદ નિર્માણ કાર્ય, વ્યવસ્થા કે પછી કોઇ અન્ય અધિકારિક કામ માટે આ લોગોનો ઉપયોગ કરવામાં આવશે. આ આઇઆઇસીએફનો ઑફિશિયલ લોગો છે.

ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલો આ લોગો બહુભુજી આકારનો છે. મસ્જિદ ટ્રસ્ટના સચિવ અતહર હુસેને જણાવ્યું કે લોકો ઇસ્લામિક પ્રતીક રબ-અલ-હિઝ્બ છે. અરબીમાં રબનો અર્થ થાય છે ચોથો ભાગ અને હિઝ્બનો અર્થ થાય છે એક સમૂહ.

ધન્નીપુર ગામમાં બને છે મસ્જિદ
જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી મસ્જિદ નિર્માણ માટે પાંચ એકર જમીન ધન્નીપુર ગામમાં આપવામાં આવી છે. ટ્રસ્ટના લોકોએ જમીનનું નિરીક્ષણ કરી લીધું છે. હવે લોગો જાહેર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે હવે ટૂંક સમયમાં જ મસ્જિદનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.

આ હશે મસ્જિદનું નામ
સુન્ની સેન્ટ્રલ વક્ફ બૉર્ડ તરફથી બનાવવામાં આવેલા ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સચિવ અતહર હુસેન કહે છે કે, "મસ્જિદ માટે પાંચ એકર જમીન અયોધ્યાના રૌનાહી ક્ષેત્રના ધન્નીપુરમાં આપવામાં આવી છે. એવામાં હવે ધન્નીપુરમાં જ મસ્જિદ નિર્માણ થશે તો મસ્જિદનું નામ પણ ધન્નીપુર ગામના નામે જ રાખવામાં આવશે." તેમણે જણાવ્યું કે પહેલા મસ્જિદના નામમાં અમન મસ્જિદ અને સૂફી મસ્જિદ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો ફણ હવે આ મસ્જિદનું નામ ધન્નીપુર જ હશે.

3 મહિનામાં શરૂ થશે નિર્માણકાર્ય
મસ્જિદના નિર્માણને લઈને એ પણ માહિતી સામે આવી છે કે ટૂંક સમયમાં જ નિર્માણ કાર્ય શરૂ કરવા માટે 2 બેન્ક અકાઉન્ટ પણ શરૂ કરવામાં આવશે. જેની મદદથી મસ્જિદ નિર્માણ માટે ફન્ડ એકઠું કરી શકાય. આમાંથી એક અકાઉન્ટ મસ્જિદ નિર્માણ માટે થશે. જ્યારે બીજા અકાઉન્ટમાં આવેલા પૈસાથી મસ્જિદની આસપાસ બનતી હૉસ્પિટલ, સામુહિક રસોડું અને શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવશે. બૉર્ડનું કહેવું છે કે મેડબંદીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવનારા 3 મહિનામાં મસ્જિદ નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.

national news