ચૂંટણી પહેલા PM મોદીને મોટી રાહત, ગુલબર્ગ કેસમાં SCનો મહત્વનો નિર્ણય

11 February, 2019 05:49 PM IST  | 

ચૂંટણી પહેલા PM મોદીને મોટી રાહત, ગુલબર્ગ કેસમાં SCનો મહત્વનો નિર્ણય

ચૂંટણી પહેલા રાહત

લોકસભા ચુંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે તમામ પક્ષોએ પોત પોતાની કયાવત શરૂ કરી દીધી છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલ ગુલબર્ગ હત્યા કેસમાં વડાપ્રધાન મોદીનું નામ પણ જોડાયું છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સૌથી મોટી રાહત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થઇ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના સભ્યોને ક્લિન ચીટ આપી છે અને આ કેસમાં અરજીકર્તા ઝાકીયા ઝાકરીની અરજીને ફગાવી દીધી છે. સીટ દ્વારા કરાયેલી તપાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી છે. અરજી ફગાવવ બાબતે ઝાકિયા ઝાકરીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જો કે સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. આ કેસ અંગે હવે જુલાઈમાં સુનાવણી કરવામાં આવશે.

શું છે ગુલબર્ગ હત્યાકાંડ કેસ?

મેઘાણીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડમાં 68 લોકોના મોત થયા હતા જેમા ઝાકિયા ઝાકરીના પતિ અહેસાન ઝાકરીનો પણ સમાવેશ થાય છે. ઝાકિયા ઝાકરીએ ભુતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ પર આક્ષેપ લગાવતી અરજી કરી હતી કે, આ હત્યા કાંડ પહેલાથી આયોજીત હતું. અને કાવતરુ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: ગુર્જર આંદોલનકારીઓએ ચોથા દિવસે કર્યો આગ્રા નેશનલ હાઇવે જામ

 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવી રહી છે અને આવા સમયે મોદીને ક્લીનચીટ મળવી તેમની માટે રાહતની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓેને ક્લીનચીટ આપવામાં આવી છે.