સ્મૃતિ ઈરાની ક્યારેક ગ્રેજ્યુએટ તો ક્યારેક બી.કોમ સ્ટુડન્ટ : કોંગ્રેસ

12 April, 2019 03:20 PM IST  | 

સ્મૃતિ ઈરાની ક્યારેક ગ્રેજ્યુએટ તો ક્યારેક બી.કોમ સ્ટુડન્ટ : કોંગ્રેસ

"ક્યારેક ગ્રેજ્યુએટ તો ક્યારેક બી.કોમ સ્ટુડન્ટ"

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર ચૂંટણી લડી રહેલી સ્મૃતિ ઈરાનીએ નામાંકન ભર્યું છે. નામાંકન ભરતાની સાથે ફરી એકવાર સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠ્યા છે. સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિકતાને લઈને કોંગ્રેસ તરફથી હુમલો કરવામાં આવ્યો છે. અમેઠી નિવાસી કોંગ્રેસ એમએલસી દીપર સિંહે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને સવાલ ઉઠાવ્યા હતાં.

સ્મૃતિ ઇરાનીનું ભણતર ફરી વિવાદમાં

કોંગ્રેસ એમએલસી દીપક સિંહે તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, 2004માં લોકસભા ચૂંટણી દરમિયાન શપથ પત્રમાં સ્મૃતિ ઈરાનીએ પોતાને આર્ટ્સના સ્નાતક જણાવ્યા હતા જ્યારે 2019માં બદલાઈને બી.કોમ પાર્ટ 1 સુધીની શિક્ષણ મેળવ્યું હોવાનું જણાવ્યું છે. સ્મૃતિ ઈરાની ક્યારેક બી.એ પાસ તો ક્યારેક બી.કોમની સ્ટુડન્ટ ગણાવે છે.

સ્મૃતિ ઇરાની જનતાને ખોટુ કહી રહ્યા છે : દીપક સિંહ

દીપક સિંહને લઈને કહ્યું હતું કે, શિક્ષાને લઈને સ્મૃતિ ઈરાની દરેક વખતે જનતા અને ચૂંટણી આયોગ સામે ખોટુ બોલી રહ્યા છે. ફરી એકવાર તેમનું ખોટુ સામે આવ્યું છે. ભાજપે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. તેમની શૈક્ષણિકતાને લઈને હમેશા આશંકા બની રહી છે અને હવે બહાર આવ્યું છે કે તેમની પાસે સ્નાતકની ડિગ્રી પણ નથી.

smriti irani Election 2019