મહારાષ્ટ્ર : ગર્ભપાત બાદ ભ્રુણ કુતરાને ખવડાવી દેતો ડૉક્ટર

22 May, 2012 08:21 AM IST  | 

મહારાષ્ટ્ર : ગર્ભપાત બાદ ભ્રુણ કુતરાને ખવડાવી દેતો ડૉક્ટર

મુંબઈ : તા. 22 મે

આ ડોક્ટર મહિલાના ગર્ભપાત માસુમ ભ્રુણ કુતરાઓને ખવડાવી દેતો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

મહારાષ્ટ્રના બીડ જીલ્લા પરલી તાલુકામાં દવાખાનું ચલાવનારા ડોક્ટર સુંદમ મુંડે પર ગેરકાયદેસર રીતે કન્યા ભ્રુણનો ગર્ભપાત કરાવી તેના પુરાવાઓનો નાશ કરવાના હેતુસર ફિટિસાઈડને પોતાના પાળેલા કુતરાને ખવડાવી દેવાનો ગંભીર પ્રકારનો આરોપ છે. ખુદ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને તપાસ દરમિયાન આ બાબતના પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. આ મામલે ડૉક્ટર મુંડે પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. દર હજાર પુરૂષોની સરખામણીએ માત્ર 801 સ્ત્રીઓ જેટલા ચિંતાજનક આંક ધરાવતા ભીંડની આ ઘટનામાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ ડોક્ટર મુંડેના એકદમ હલકટ પ્રકારના કૃત્યની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી છે. પીએનડીટી એક્ટને અંતર્ગત કોઈ કેસની તપાસ પોલીસને નહિં સોપાંતા સીધી ક્રાઈમ બ્રાંચના હાથમાં સોંપવામાં આવેલી હોવાનું પહેલીવાર બન્યું હતું.

6 મહિનાનો ગર્ભધરાવતી 28 વર્ષિય મહિલા વિજયમાલા પાટેકરને 18મી મે ના રોજ ડૉ, મુંડેના ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. અગાઉથી જ ચાર બાળકીઓ ધરાવતી વિજયમાલાનું ગર્ભપાત દરમિયાન ડૉ. મુંડેના હાથે મોત નિપજ્યું હતું. આ જ પ્રકારના અન્ય એક કિસ્સામાં બે વર્ષ અગાઉ ડૉ. મુંડેનું લાઈસેન્સ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ડૉ. મુંડે અને તેમની પત્ની ડૉ. સરસ્વતી મુંડે વિરૂદ્ધ આઈપીસીની સાથો સાથ પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રી તરફથી ક્રાઈમ બ્રાંચને બે વર્ષ અગાઉ લાઈસેન્સ રદ્દ થયા બાદ મુંડે દંપત્તિ કયા આધાર પર ક્લિનિક ચલાવી રહ્યાં હતાં અને તેના માટે તેમને મંજુરી કયા આધારે અને ક્યાંથી મળી તે દિશામાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્યમંત્રી સુરેશ શેટ્ટીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એક અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું કે ડૉ. મુંડે પાસે ચાર પાળતુ કુતરાઓ છે. ગર્ભપાત બાદ પુરાવાઓનો નાશ કરવાના હેતુસર ડૉ. મુંડે પોતાના કુતરાઓને ભ્રુણ ખવડાવી દે છે. શેટ્ટીના જણાવ્યા પ્રમાણે લીંગની ઓળખ કરવા અને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા બદલ ડૉક્ટરનું સોનોગ્રાફી મસીન સીલ કરવામાં આવ્યું હતું અને ક્લિનિકનું લાઈસેન્સ પણ તાત્કાલીક અસર હેઠળ રદ્દ કરવામાં આવ્યું હતું છતાં મુંડે દંપતિએ ક્લિનિક ચાલુ જ રાખ્યું હતું.