✕

દર શનિવારે બૅન્ક બંધ? નાણાં મંત્રાલયનો આદેશ- જાણો વાયરલ દાવાની હકીકત

01 October, 2026 05:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું, જેમાં બેંક કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે રજાઓની માંગ કરવામાં આવી હતી.

તસવીર સૌજન્ય ટ્વિટર (એક્સ)

સોશિયલ મીડિયા પર એક ગેઝેટ વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાને નાણાં મંત્રાલય (નાણાકીય સેવાઓ વિભાગ) તરફથી જાહેર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુનાઈટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) એ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું, જેમાં બૅન્ક કર્મચારીઓ માટે અઠવાડિયામાં બે રજાઓની માંગ કરવામાં આવી હતી. જોકે, ઇન્ડિયન બૅન્ક્સ એસોસિએશન (IBA) દ્વારા બૅન્ક યુનિયનોને તેમની માંગણીઓ અંગે ખાતરી આપવામાં આવ્યા બાદ, UFBU એ ત્રણ દિવસની હડતાળ મુલતવી રાખી. દરમિયાન, ભારત સરકાર તરફથી એક જાહેરાત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે બૅન્ક કર્મચારીઓની માંગણી સ્વીકારી લીધી છે અને હવે દર શનિવારે બૅન્કો માટે રજા મંજૂર કરી છે.

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના નામે `ઓર્ડર` વાયરલ

નાણા મંત્રાલય (નાણાકીય સેવાઓ વિભાગ) તરફથી જાહેર કરવામાં આવેલ એક ગેઝેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગેઝેટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે દર શનિવારે ભારતીય સ્ટેટ બૅન્ક સહિત તમામ જાહેર ક્ષેત્રની બૅન્કો માટે જાહેર રજા જાહેર કરી છે.

આ આદેશ અંગેની માહિતી નાણાં મંત્રાલયના કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નહોતી

જોકે, આ વાયરલ દાવા અંગે કોઈ માહિતી નાણાં મંત્રાલયના કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે અન્ય સંબંધિત સરકારી સોશિયલ મીડિયા હેન્ડલ પર મળી નથી. દરમિયાન, સરકારી ફેક્ટ-ચેકિંગ પ્લેટફોર્મ PIB ફેક્ટ ચેકે પણ આ દાવાનું ખંડન કર્યું છે.

PIB ફેક્ટ ચેકએ વાયરલ દાવા પાછળની જણાવી હકીકત

PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. પોસ્ટમાં, PIB ફેક્ટ ચેક જણાવે છે કે, "સોશિયલ મીડિયા પર બૅન્ક રજાઓની જાહેરાત કરતો દસ્તાવેજ નકલી છે. નાણાં મંત્રાલયે દર શનિવારે જાહેર ક્ષેત્રની બૅન્કો માટે જાહેર રજા જાહેર કરતી કોઈ સૂચના જારી કરી નથી."

નાણાં મંત્રાલયે 5-કામકાજના દિવસનો આદેશ જારી કર્યો નથી

PIB ફેક્ટ ચેક દ્વારા પોસ્ટ સ્પષ્ટ કરે છે કે નાણાં મંત્રાલયે આવો કોઈ આદેશ જારી કર્યો નથી કે બૅન્કો હવે શનિવારે બંધ રહેશે. આ કેટલાક તોફાની તત્વો દ્વારા ચલાવવામાં આવેલી ચાલ છે, જેનો હેતુ લોકોને ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપવાનો છે.

બૅન્ક કામગીરી અંગે શું અપડેટ છે?

હાલની માહિતી અનુસાર, સરકાર હાલમાં જાહેર ક્ષેત્રની બૅન્કો માટે શનિવારને રજા જાહેર કરવાના મુદ્દા પર ચર્ચા કરી રહી છે. IBA અને જાહેર ક્ષેત્રના બૅન્ક કર્મચારીઓના સંઘ, યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) ની બનેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિની તાત્કાલિક રચના કરવામાં આવશે. આ સમિતિ પાંચ દિવસના બૅન્કિંગ સપ્તાહ સંબંધિત તમામ સંભવિત વિકલ્પો પર વિચાર કરશે. તે કર્મચારીઓ અને અન્ય હિતધારકો તેમજ બૅન્ક ગ્રાહકોને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ શોધવા માટે વિવિધ હિતધારકો સાથે પણ વાતચીત કરશે.

union bank of india finance ministry finance news national news india