પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે બેન્કિંગ, ટ્રાફિક અને ટેક્સના આ નિયમ

28 August, 2019 02:28 PM IST  |  દિલ્હી

પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે બેન્કિંગ, ટ્રાફિક અને ટેક્સના આ નિયમ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

સપ્ટેમ્બર મહિનાથી કેટલાક એવા ફેરફાર થઈ રહ્યા છે, જે તમને સીધા જ અસર કરશે. આ મહિનાની શરૂઆતથી બેન્કિંગ, ટ્રાફિક અને ટેક્સને લગતા કેટલાક નિયમ બદલાઈ જશે. આ નિયમો વિશે જાણવું અત્યંત જરૂરી છે.

બેન્કિંગના નિયમો બદલાશે

1 સપ્ટેમ્બરથી બેન્કને લગતા કેટલાક નિયમ બદલાઈ રહ્યા છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાના જૂના ગ્રાહકોની હોમ કે ઓટો લોનને રેપો રેટથી લિંક કરવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે જ્યારે પણ RBI રેપો રેટમાં ઘટાડો કરશે તો ગ્રાહકોને તાત્કાલીક અસરથી ફાયદો મળશે.

આગામી દિવસોમાં SBIની જેમ અન્ય સરકારી બેન્ક પણ લોનને રેપો રેટથી લિંક કરવાના છે. સપ્ટેમ્બર મહિનામાં બેન્કો ખૂલવાના અને બંધ હોવાના સમયમાં પરિવર્તન થઈ શકે છે. આ રીતે સરકારી બેન્કો 59 મિનિટમાં હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન લેવાની સુવિધા શરૂ થઈ શકે છે.

ટ્રાફિકના નિયમોમાં પરિવર્તન

1 સપ્ટેમ્બરથી ટ્રાફિક અંગેના કેટલાક નિયમો બદલાશે. 1 સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ (સંશોધન) અધિનિયમમાં 63 લાગુ થશે. તેમાં વાહન વ્યવહારના નિયમોનો ઉલ્લંઘન કરવા પર મોટો દંડ થશે.

મળતી માહિતી પ્રમાણે દારૂ પીને ગાડી ચલાવવા અંગે, ફાસ્ટ વાહન ચલાવવા પર અને ઓવર લોડિંગ સહિતના મામલે દંડ વધારી દેવાયો છે. આ ઉપરાંત દેશમાં રોડ એક્સિડન્ટ અંગે જવાબદાી પણ નક્કી કરાઈ છે. અકસ્માતના મુખ્ય જવાબદાર રોડ એન્જિનિયરિંગ માનવામાં આવે છે.

વીમાના નિયમોમાં બદલાવ

જો તમારા ઘરમાં કાર કે ટુ વ્હિલર હોય કે 1 સપ્ટેમ્બરથી વીમા નિયમોમાં પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ. સાધારણ વીમા કંપનીઓ હવે વાહનોને ભૂકંપ, પૂર જેવી પ્રાકૃતિક આફતો, તોડફોડ અને રમખાણો જેવી ઘટનાઓથી થતા નુક્સાન માટે અલગથી વીમા કવર આપશે. ગત જુલાઈ મહિનામાં વીમા નિયામક ઈરડાએ સામાન્ય વીમા કંપનીઓને તેને 1 સપ્ટેમ્બરથી લાગુ કરવા કહ્યું છે.

ટેક્સના નિયમોમાં બદલાવ

એક સપ્ટેમ્બરથી ટેક્સના નિયમો પણ બદલાઈ રહ્યા છે. જૂના ટેક્સના કેસ પૂરા કરવા એક સ્કીમ લોન્ચ કરાઈ છે. જે અંતર્ગત બાકી ટેક્સ ચૂકવવામાં આવશે. આ સ્કીમમાં ટેક્સ ચૂકવવા પર કાયદાકીય કાર્યવાહી નહીં થાય પરંતુ વ્યાજ, પેનલ્ટીમાં રાહત મળશે. આ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરીને દંડ પણ ચૂકવવો પડશે.

આ પણ વાંચોઃ તમારા ખિસ્સાને હળવા કરવા આવી રહ્યો છે પ્રભાસ, જાણો કેમ

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું થશે સહેલું

1 સપ્ટેમ્બરથી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું સહેલું થશે. હવે વધુમાં વધુ 15 દિવસોમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવું પડશે. આ મામલે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા હતા.

national news business news state bank of india