બૅન્ગલોર અને ચેન્નઈનો રહેવા માટે દેશનાં સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ

21 November, 2020 11:28 AM IST  |  New Delhi | Agency

બૅન્ગલોર અને ચેન્નઈનો રહેવા માટે દેશનાં સૌથી સસ્તાં શહેરોમાં સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

સારા વાતાવરણ અને સ્વચ્છ શહેરમાં રહેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. કોઈ પણ શહેરમાં વસવાટ કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ છે બજેટ. ઇકૉનૉમિક ઇન્ટેલિજન્સ યુનિટે ૨૦૨૦૨ વર્લ્ડ વાઇડ કૉસ્ટ ઑફ લિવિંગ સર્વેના આધારે દુનિયાનાં ૧૩૦ શહેરોનું રૅન્કિંગ્સ જાહેર કર્યું છે એમાં દુનિયાનાં સૌથી સસ્તાં શહેરોની યાદીમાં ભારતનાં બે શહેરો પણ સામેલ છે.

સૌથી મોઘાં શહેરોની યાદીમાં હૉન્ગકૉન્ગ અને પૅરિસ સામેલ છે. ત્યાં સૌથી સસ્તાશંહેરોમાં ભારતના બૅન્ગલોર અને ચેન્નઈનો સમાવેશ છે.

આ સર્વે અનુસાર દુનિયાનાં સૌથી સસ્તાં શહેરોની યાદીમાં પહેલા અને બીજા નંબરે એશિયાનાં બે શહેર દમિશ્ક અને તાશ્કંદ છે. સર્વે અનુસાર ભારતનાં બન્ને શહેર બૅન્ગલોર અને ચેન્નઈ સંયુક્ત રૂપે ૯મા સ્થાને છે.સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો ઘરમાં ખાવા-પીવા પાછળ થતો ખર્ચ, ભાડું, દરરોજ ઑફિસ આવવા-જવા માટે થતો ખર્ચ, વીજળી-પાણીનાં બિલ સામેલ છે. આ ઉપરાંત શહેરના ટ્રાન્સપોર્ટ, માર્કેટને પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યાં છે.

bengaluru chennai national news