✕

ટ્રેનોમાં રાત્રે ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ

29 October, 2026 07:19 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ સમયગાળા વખતે ઓચિંતી તપાસ કરવાના નિયમનો પણ કડક અમલ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

સાઉથ-ઈસ્ટ રેલવેમાં રાત્રે પાવર બૅન્ક ચાર્જિંગ વખતે આગની ઘટનાના પગલે રેલવે બોર્ડે રાત્રે ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ટ્રેનોમાં મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ બંધ રાખવાના નિયમનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આમ ટ્રેનોમાં ચાર્જિંગ પૉઇન્ટનો વીજળી પુરવઠો રાત્રે ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ ૬ કલાક દરમ્યાન કોચમાં ચાર્જિંગ પૉઇન્ટનો ઉપયોગ કરવામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા વખતે ઓચિંતી તપાસ કરવાના નિયમનો પણ કડક અમલ કરવામાં આવશે.
ચાર્જિંગ કરતી વખતે વધુ ગરમ થવાને કારણે પાવર બૅન્કમાં વિસ્ફોટ અને આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને કડક સૂચનાઓ આપી છે. તમામ રેલવેને કહેવામાં આવ્યું છે કે આ નિયમનું પાલન કરવામાં કોઈ ઢીલ ન રાખવી જોઈએ અને આમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.

national news india indian railways