આવા લોકોને ફાંસીની સજા આપો અને ઘર પર બુલડોઝર ચલાવો

15 April, 2025 12:41 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશમાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના પર ભડક્યા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

મધ્ય પ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. સોમવારે તેમણે કહ્યું હતું કે ‘ગુનામાં બનેલી ઘટના નિંદનીય છે. હિન્દુઓને ડરાવવા માટે વિશેષ મજહબના લોકો પોતાના મજહબનો ખૌફ બનાવવા માટે આ પ્રકારનાં કામોને પ્રાયોજિત રીતે કરી રહ્યા છે. કોઈની પણ આસ્થા પર પથ્થર ફેંકવાથી આ વાતની જાણ થાય છે કે એવું કરનારા લોકો ન તો માણસ કહેવા લાયક છે અને ન તો તેઓ જીવવા લાયક છે. એવા લોકોને ભારત સરકારે ફાંસીની સજા આપી દેવી જોઈએ, ભલે તે વ્યક્તિ કોઈ પણ પરંપરાને માનતી હોય. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવને અપીલ કરું છું કે આવા લોકોનાં ઘરો પર બુલડોઝર ચલાવી દેવું જોઈએ.’

dhirendra shastri bageshwar baba madhya pradesh national news news religion religious places hinduism