બાબરી વિધ્વંસ કેસ: લખનઉ CBI કોર્ટે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

30 September, 2020 01:28 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

બાબરી વિધ્વંસ કેસ: લખનઉ CBI કોર્ટે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી

અયોધ્યામાં એક બાજુ રામમંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે, જ્યારે બીજી બાજુ આજે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો આવશે. 28 વર્ષ પહેલાં 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદની ઇમારત તોડી પાડી હતી. ઇમારત તોડી પાડવાનો આરોપ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 48 લોકો પર લગાવવામાં આવ્યો હતો. તેમાંથી 17 લોકોનાં નિધન થઈ ગયાં છે. CBIની સ્પેશિયલ કોર્ટ આજે 32 આરોપીનાં નસીબ પર ચુકાદો સંભળાવી દીધો છે. લખનઉ CBI કોર્ટે એ બાબતે નિર્ણય કર્યો કે, કે 6 ડિસેંબર 1992એ અયોધ્યામાં વિવાદિત માળખુ ષડયંત્રપૂર્વક ધ્વસ્ત કર્યું હતું કે કારસેવકોએ ગુસ્સામાં તોડ્યું હતું. આખરે આજે આ કેસમાં નિણ7ય અવી ગયો છે અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

બાબરી વિધ્વંસ કેસ મામલે લખનઉની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચૂકાદો આપ્યો છે. સીબીઇ કોર્ટના જ્જે કહ્યું કે બાબરી ધ્વંસની ઘટના પૂર્વ નિયોજિત ન હતી. તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરાયાં. કોર્ટમાં 6 આરોપી હાજર નથી. લાલ કૃષ્ણ અડવાણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદો સાંભળશે. જ્યારે મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, શિવસેના પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્યગોપાલ દાસ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પણ કોર્ટ પહોંચ્યા નથી. તે સિવાય અન્ય દરેક આરોપી હાજર છે.

કોર્ટે દરેક આરોપીઓને નિર્ણયના દિવસે વ્યક્તિગત રીતે રજૂ થવાનું કહ્યું છે. જોકે કોરોનાના કારણે ઉંમરલાયક અને બીમાર આરોપીઓને વ્યક્તિગત રજૂ થવાથી છૂટ મળવાની સંભાવના છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી 351 સાક્ષીઓ અને અંદાજે 600 દસ્તાવેજ રજૂ કરાઈ ચૂક્યા છે. બાબરી ધ્વંસ કેસ પર ચુકાદાના સમયે પાંચ આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસેના સાંસદ રહેલા સતીશ પ્રધાન, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ હાજર રહેશે નહીં. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થવા માટે લખનઉ પહોંચી ગયા છે. થોડા દિવસ પહેલાં તેઓ કોરોનામાં ઝડપાઈ ગયા હતા, ત્યાર પછીથી તેમની સારવાર ચાલતી હતી.

ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ કેસ સ્પેશલ કોર્ટ, લખનઉ અયોધ્યા પ્રકરણને સોંપવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે, બે વર્ષની અંદર ટ્રાયલ સમાપ્ત કરવામાં આવે. 21 મે 2017ના રોજ સ્પેશલ સીબીઆઈ કોર્ટ અયોધ્યા પ્રકરણમાં રોજરોજ સુપ્રીમ કોર્ટના આદેશના અનુક્રમમાં સુનાવણીની શરૂઆત થઈ. 8 મે 2020ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દશિત કર્યા કે આ ટ્રાયલ 3 મહિનામાં સમાપ્ત થઈ જાય અને 31 ઓગસ્ટ 2020ની તારીખ નક્કી કરી. પરંતુ ટ્રાયલ સમાપ્ત ન થતાં અને લૉકડાઉનની સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ ટ્રાયલ સમાપ્ત કરવાની નિશ્ચિત કરી. 1 સપ્ટેમ્બરે બન્ને પક્ષોની સુનાવણી પૂરી થઈ અને 16 સપ્ટેમ્બરે સ્પેશલ જજે 30 સપ્ટેમ્બરે ચુકાદાની તારીખ નક્કી કરી.

6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખાને તોડી પાડવાના મામલામાં કુલ 49 FIR નોંધવામાં આવી હતી. એક FIR ફૈજાબાદના પોલીસ સ્ટેશન રામ જન્મભૂમિમાં SO પ્રયંવદા નાથ શુક્લા જ્યારે બીજી FIR એસઆઇ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી. બાકીના 47 FIR અલગ-અલગ તારીખે અલગ-અલગ પત્રકારો તથા ફોટોગ્રાફરોએ પણ નોંધાવી હતી. 5 ઓક્ટોબર 1993ના રોજ સીબીઆઈની તપાસ બાદ આ મામલામાં કુલ 49 આરોપીઓની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 લોકોનાં સુનાવણી દરમિયાન મોત થઈ ચૂક્યા છે.

6 ડિસેમ્બર 1992ના 10 દિવસ પછી જ કેન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી. તેને ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે તપાસમાં 17 વર્ષ લીધાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન અંદાજે 48 વખત આયોગનું વિસ્તરણ કરવામાં આવ્યું.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયોગ પર આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 30 જૂન 2009ના રોજ આયોગે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ તપાસ રિપોર્ટના કોઈપણ પ્રયોગ કેસમાં કરવામાં આવ્યો નહીં અને સીબીઆઈએ આયોગના કોઈ સભ્યનું નિવેદન પણ લીધું નથી.

આ છે 32 આરોપી:

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી રીતંભરા, મહંત નૃત્ય ગોપાલદાસ, ડો.રામવિલાસ વેદાંતી, ચંપક રાય, મહંત ધર્મદાસ, સતિષ પ્રધાન, પવનકુમાર પાંડે, લલ્લુ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમર નાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લા , આર.એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જર.

આ 17 આરોપીઓના થઈ ચૂક્યા છે નિધન:

49 આરોપીઓ પૈકી અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા, મોરેશ્વર સાવેં, મહંત અવૈદ્યનાથ, મહામંડલેશ્વર જગદીશ મુનિ મહારાજ, બૈંકુઠ લાલ શર્મા, પરમહંસ રામચંદ્રદાસ, ડો.સતીશ નાગર, બાળાસાહેબ ઠાકરે, તત્કાલીન એસએસપી ડીબી રાય, રમેશ પ્રતાપસિંહ, મહાત્યાગી હરગોવિંદસિંહ, ડો. લક્ષ્મી નારાયણદાસ, રામ નારાયણદાસ અને વિનોદકુમાર બંસલના નિધન થઈ ચૂક્યા છે.

national news ayodhya babri masjid