બાબરી ધ્વંસના આરોપીઓની યાદીમાંથી બાળ ઠાકરેનું નામ દૂર

07 December, 2012 04:54 AM IST  | 

બાબરી ધ્વંસના આરોપીઓની યાદીમાંથી બાળ ઠાકરેનું નામ દૂર




સુપ્રીમ ર્કોટે ગઈ કાલે ઉત્તર પ્રદેશની રાય બરેલીની ર્કોટને એલ. કે. અડવાણી તથા ૧૯ અન્ય વ્યક્તિઓ સામેનો બાબરી ધ્વંસનો કેસ ઝડપથી ચલાવવનો આદેશ આપ્યો હતો. અગાઉ રાય બરેલીની ટ્રાયલ ર્કોટે અડવાણી સહિતના આરોપીઓ સામે બાબરી મસ્જિદ તોડી પાડવાનું કાવતરું ઘડવાના આરોપો રદ કર્યા હતા. એ પછી સીબીઆઇએ ટ્રાયલ ર્કોટના ચુકાદાને સુપ્રીમ ર્કોટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ ર્કોટની બેન્ચે આ કેસનો ઝડપી નિકાલ લાવવા નીચલી અદાલતને નર્દિેશ આપ્યો છે. ગઈ કાલની સુનાવણી દરમ્યાન સીબીઆઇના વકીલ (ઍડિશનલ સૉલિસિટર જનરલ એ. એસ. ચંડોક) હાજર નહીં રહેલા સુપ્રીમ ર્કોટની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી. સીબીઆઇ અડવાણી સહિતની જે વ્યક્તિઓ સામે કાવતરું ઘડવાના આરોપો લાગુ કરવા માગે છે તેમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ, બીજેપીનાં નેતા ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, સાધ્વી ઋતંભરા, નૃત્યગોપાલ દાસ તથા મોરેશ્વર સાવેનો સમાવેશ થાય છે.

આરોપીઓની યાદીમાંથી બાળ ઠાકરેનું નામ દૂર

આ સાથે સુપ્રીમ ર્કોટે આરોપીઓની યાદીમાં બાળ ઠાકરેનું નામ કાઢી નાખવાની સીબીઆઇની અપીલને પણ માન્ય રાખી હતી. થોડા દિવસ પહેલાં જ બાળ ઠાકરેનું અવસાન થયું હોવાથી સીબીઆઇએ તેમનું નામ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.