યુપીએ કાળાં નાણાં પાછાં લાવશે એવું માનવું મૂર્ખામીભર્યું ગણાશે

29 September, 2011 07:09 PM IST  | 

યુપીએ કાળાં નાણાં પાછાં લાવશે એવું માનવું મૂર્ખામીભર્યું ગણાશે

 

તેમણે કહ્યું હતું કે તેઓ દેશમાં યુપીએ વિરુદ્ધ લોકમત ઊભો કરવા પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીમાં લોકોનો આક્રોશ રાજકીય પક્ષોને સુધરવા માટે મજબૂર કરી શકે છે. હું લોકોમાં જાગૃતિ લાવી આવા માણસોને સાચા માર્ગે લાવવા માગું છું.’

આગામી ચૂંટણીમાં તમે કોને સર્પોટ કરશો એવા સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું કે જે રાજકીય પક્ષ દેશને બચાવવા માટે બહાર આવશે એને હું સર્પોટ કરીશ. બાબા રામદેવે લોકોને ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામે જગાડવા માટે ઉત્તર પ્રદેશમાં ઝાંસીથી ૨૦ સપ્ટેમ્બરથી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી સ્વાભિમાન યાત્રા શરૂ કરી છે.