બાબા રામદેવે લૉન્ચ કરી કોવિડ-19ની ત્રણ દવાઓ, RS. 545માં મહિનાની દવા

23 June, 2020 04:57 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

બાબા રામદેવે લૉન્ચ કરી કોવિડ-19ની ત્રણ દવાઓ, RS. 545માં મહિનાની દવા

બાબા રામદેવે યોજી પ્રેસ કૉન્ફ્રેન્સ

પતંજલિ યોગપીઠ ફેઝ-ટૂમાં યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પ્રેસ કૉન્ફરેન્સ કરી. આ દરમિયાન તેમણે કોરોના વાયરસ સામે લડવા માટે 'દિવ્ય કોરોનિલ ટેબલેટ' સહિત ત્રણ દવાઓ લૉન્ચ કરી. સાથે જ સો ટકા રિકવરીનો દાવો કર્યો છે. બાબા રામદેવે જણાવ્યું કે દવા પરીક્ષણના ત્રણ દિવસની અંદર 69 ટકા રોગી રિકવર થયા છે. સાત દિવસની અંદર સો ટકા લોકો સ્વસ્થ થયા છે અને તેમની રિપોર્ટ નેગેટિવ આવી છે. બાબા રામદેવે જણાવ્યું કે સોમવારે Ordernil APP લૉન્ચ કરવામાં આવશે. જેની મદદથી ત્રણ દિવસની અંદર ઘરે બેઠાં દવા મળી શકશે.

અહીં જુઓ બાબા રામદેવની પ્રેસ કૉન્ફ્રેન્સની આખી અપડેટ
બાબા રામદેવે લૉન્ચ કરી કોરોના વાયરસની ત્રણ દવાઓ. એક શ્વાસારિ વટી, દિવ્ય કોરોનિલ ટેબલેટ અને અણુ તેલ. એકસાથે કરવાનો રહેશે ઉપયોગ

પ્લેસવો ક્લીનિકલ કન્ટ્રોલ ટ્રાયલ 100 લોકો પર કરવામાં આવ્યો. આ બધાં 15થી 65ની વચ્ચેની વયના હતા. આથી ત્રણ દિવસમાં 69 ટકા દર્દીઓ પૉઝિટીવમાંથી નેગેટિવ થયા છે.

દવા બનાવતી વખતે બધાં વૈજ્ઞાનિક પેરામીટર્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

સેકેન્ડ ટ્રાયલ ટૂંક સમયમાં જ ક્રિટિકલ દર્દીઓ પર પણ કરવામાં આવશે.

અણુનાસિક તેલ પણ કોરોનાની દવામાં સામેલ છે. આ ત્રણથી પાંચ ટીપા નાકમાં નાખવાથી શ્વાસનળીમાં કોરોનાના પ્રભાવને ઘટાડીને પેટ સુધી લઈ જાય છે.

બાબા રામદેવે જણાવ્યું કે દવા બ્લડપ્રેશર, હાર્ટ બીટ અને નાડી પણ કન્ટ્રોલ કરે છે.

બાબા રામદેવે કર્યું આયુર્વેદિક દવા કોરોનિલના સફળ પરીક્ષણનો દાવો. ત્રણ દિવસમાં 69 ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા. સો લોકો પર કરવામાં આવી ટ્રાયલ, સાત દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવી ગઈ.

આ દવા શ્વસન સિસ્ટમને મજબૂત કરે છે, જેથી કોરોના સંક્રમણની અસર નથી થતી. આની સાથે જ દવા શરદી, ઉધરસ, તાવને પણ નિયંત્રિત કરે છે.

ઑનલાઇન પણ ખરીદી શકશો દવા, જાણો કિંમત
કોરોનાવાયરસની દવા માર્કેટમાં આવી ગઈ છે. સાથે જ તમે આ દવા ઑનલાઇન પણ ખરીદી શકો છો. આ માટે સોમવારે ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવશે. પતંજલિ પ્રમાણે કોરોના વાયરસની દવા કોરોનિલની કિંમત 400 રૂપિયા, શ્વસારિ રસ વટીની કિંમત 120 રૂપિયા અને અણુનાસિક તેલની કિંમત 25 રૂપિયા છે. એક મહિનાની દવા 545 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

national news baba ramdev coronavirus covid19