વિશ્વના ટોચના ૧૦૦ વિચારકોની યાદીમાં અઝીમ પ્રેમજી અને અણ્ણા

30 November, 2011 07:56 AM IST  | 

વિશ્વના ટોચના ૧૦૦ વિચારકોની યાદીમાં અઝીમ પ્રેમજી અને અણ્ણા

 

તેમના સિવાય બીજા ત્રણ ભારતીયોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતનાં વિખ્યાત લેખક અને ઍક્ટિવિસ્ટ અરુંધતી રૉય, ગરીબી પર સંશોધન કરી રહેલાં દીપા નારાયણ અને અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યમને આ લિસ્ટમાં સમાવવામાં આવ્યાં છે.

આ યાદીમાં પ્રથમ ૯ સ્થાન આરબ રાષ્ટ્રોમાં ક્રાન્તિ (આરબ સ્પિ્રંગ) લાવનારા નેતાઓને આપવામાં આવ્યાં છે. તેમાં ઇજિપ્તમાં ડેન્ટિસ્ટમાંથી લેખક બનેલા અલ અસ્વાની, આઇએઈએ (ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી)ના ભૂતપૂર્વ વડા મોહમ્મદ અલ બરદેઈ અને ગૂગલના માર્કેટિંગ ગુરુ વેઇલ ગોનિમનો સમાવેશ છે.

ભારતના બિલ ગેટ્સ કહેવાતા અઝીમ પ્રેમજી વિશ્વના ૧૦૦ શ્રેષ્ઠ વિચારકોની યાદીમાં ૧૪મા સ્થાને આવે છે. ૧૩મું સ્થાન બિલ અને મેલિન્ડા ગેટ્સને આપવામાં આવ્યું છે. જનલોકપાલ બિલ માટે લડત ચલાવી રહેલા અણ્ણા હઝારે આ યાદીમાં ૩૭મા નંબર પર છે.

‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ’ પુસ્તકની લેખિકા અરુંધતી રૉયને અવાજ વિનાના લોકોનો અવાજ ગણાવી ૯૪મું સ્થાન આપવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યમને ૯૭મું સ્થાન આપવામાં આવ્યું છે અને વિશ્વબૅન્કના ગરીબી વિરોધી કાર્યક્રમનાં ભૂતપૂર્વ ડિરેક્ટર દીપા નારાયણને ૭૯મું સ્થાન આપવામાં આવ્યું છે.