16 May, 2025 08:12 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અયોધ્યામાં હનુમાનગઢી મંદિરથી રામલલા મંદિર સુધી ૨૯૦ મીટરનો બજરંગ પથ કૉરિડોર બનાવવામાં આવશે. આના કારણે અયોધ્યા આવનારા ભાવિકોને ઘણી સુવિધા ઉપલબ્ધ થશે. બજરંગ પથનો આરંભ હનુમાનગઢી મંદિરની એક્ઝિટથી શરૂ થશે અને એ સીધો રામલલાના જન્મભૂમિ દર્શન પથ સાથે જોડાશે. આ પથ બનવાથી ભક્તિ પથ અને જન્મભૂમિ પથ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે. આ પથ પર પથ્થરનો પાકો રોડ, બેસવા માટે વિશ્રામસ્થળ, લાઇટિંગ, સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા થશે. યોગી સરકાર રામનગરીને વિશ્વસ્તરીય ધાર્મિક નગરીના રૂપમાં પ્રસ્તુત કરવાના સંકલ્પ પર કામ કરી રહી છે. રામ પથ, ભક્તિ પથ, જન્મભૂમિ પથ, પંચકોસી અને ચૌદકોસી પરિક્રમા માર્ગ જેવા ધાર્મિક માર્ગોને નવેસરથી વિકસિત કરવામાં આવી રહ્યા છે.