TMC સાંસદનું માથું વાઢનારાને ૫ કરોડનું ઇનામ

14 January, 2021 04:31 PM IST  |  Ayodhya | Agencies

TMC સાંસદનું માથું વાઢનારાને ૫ કરોડનું ઇનામ

પ્રતીકાત્મક તસવીર

હાલમાં જ ટીએમસી સંસદસભ્ય કલ્યાણ બૅનરજીએ યુપીની કાયદા વ્યવસ્થા પર કટાક્ષ કરતાં મા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેનાથી રામનગરી અયોધ્યામાં ખાસ કરીને સંતો ઘણા જ નારાજ થયા છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસદાસે ટીએમસી સંસદસભ્ય પર રાસુકા લગાવવાની માગ કરી છે. રાસુકાના લગાવવા પર તેમનું માથું કાપનારાને ૫ કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીપ્રચાર દરમ્યાન ટીએમસી સંસદસભ્ય કલ્યાણ બૅનરજીએ યુપીની કાયદો વ્યવસ્થા પર મજાક કરતાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનનો વિડિયો ઘણો જ વાઇરલ થયો છે.

ayodhya national news