અયોધ્યા કેસઃ બંધારણીય બેન્ચ વિશે જાણો 10 ખાસ વાતો

10 January, 2019 10:51 AM IST  | 

અયોધ્યા કેસઃ બંધારણીય બેન્ચ વિશે જાણો 10 ખાસ વાતો

બંધારણીય બેન્ચ છે ખાસ

આખો દેશ અયોધ્યામાં રામ મંદિર બનવા માટે રાહ જોઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ તેની સુનાવણી કરી રહી છે. છેલ્લા લગભગ 4 દાયકાથી અટકેલા કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, ત્યારે ભક્તોને ઉકેલ ઝડપથી આવવાની આશા છે. અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી બંધારણીય બેન્ચ ખાસ છે.

1) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બંધારણીય બેન્ચના અધ્યક્ષ છે. પાંચ જજોની બેન્ચમાં જસ્ટિસ ગોગોઈ સિવાયના ચારેય જજ વરિષ્ઠતામાં સૌથી આગળ છે, જેઓ આગામી સમયમાં ચીફ જસ્ટિસ બનવાના છે.

2) બંધારણીય બેન્ચમાં સામેલ જસ્ટિસ એસ. એ. બોબડે 18 નવેમ્બર 2019, એન. વી. રમન્ના 24 એપ્રિલ 2021, જસ્ટિસ યુ યુ લલિત 27 ઓગસ્ટ, 2022 અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ 9 નવેમ્બર 2022ના રોજ ચીફ જસ્ટિસનું પદ સંભાળી શકે છે.

3) આ બંધારણીય બેન્ચ બનાવીને સુપ્રીમ કોર્ટે 27 ડિસેમ્બરના પોતાના જ ચુકાદાને બદલી નાખ્યો છે. છેલ્લા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી માટે 3 જજની બેન્ચ બનાવી હતી.

4) આ બંધારણીય બેન્ચ અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદા વિુરુદ્ધ થયેલી 16 અરજીની સુનાવણી કરશે. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યાની વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચવાનો આદેશ કર્યો હતો.

5) સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ આર. એમ. લોઢાની બેન્ચે 2011માં અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા પ્રમાણે વિવાદિ જમીન રામ લલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે વહેંચવા પર રોક લગાવી હતી.

6) ભારતીય બંધારણના અનુચ્છે 145 (3) પ્રમાણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને બંધારણીય બેન્ચ બનાવવાનો અધિકાર છે. બંધારણીય બેન્ચ ફક્ત કાયદાના કોઈ ગૂંચવણ ભર્યા મુદ્દા કે બંધારણની વ્યાખ્યા કરવા માટે જ બનાવવામાં આવે છે.

7) બંધારણીય બેન્ચમાં ઓછામાં ઓછા 5 જજ હોવા જરૂરી છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં 7, 9, 13 જજની પણ બંધારણીય બેન્ચ રચાઈ ચૂકી છે.

8) સૌથી મોટી 13 જજની બેન્ચની રચના કેશવાનંદ ભારતી વિરુદ્ધ ભારતીય સંઘના કેસની સુનાવણી માટે કરી હતી. આ ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટ કોર્ટે બંધારણના મૂળભૂત માળખામાં કોઈ પણ પ્રકારના પરિવર્તન પર રોક લગાવી હતી.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદઃઆજે સુનાવણી નહીં, ફક્ત સમયમર્યાદા નક્કી થશેઃબંધારણીય બેન્ચ

9) આ બંધારણીય બેન્ચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ એસ. એમ. સિકરી હતા. જેમણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે નાગરિકોના મૂળભૂત હકોને અટકાવી ન શકાય.

10) સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ છેલ્લા એક વર્ષમાં આધારની અનિવાર્યતા, પ્રાયવસીનો અધિકાર, ટ્રિપલ તલાક જેવા મહત્વના મુદ્દે ચુકાદા આપી ચૂકી છે.

ram mandir national news