અયોધ્યા કેસ : 5 જજોની ખંડપીઠ શનિવારે સવારે 10:30 વાગે ચુકાદો સંભળાવશે

08 November, 2019 11:11 PM IST  |  New Delhi

અયોધ્યા કેસ : 5 જજોની ખંડપીઠ શનિવારે સવારે 10:30 વાગે ચુકાદો સંભળાવશે

જેની સૌવ કોઇ રાહ જોઇ રહ્યા હતા તે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે સવારે 10:30 વાગે 5 સભ્યોની ખંડપીઠ ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે તેનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેચ સુનવણી કરશે. આ બેચે 16 ઓક્ટોબરના રોજ ચુકાજો અનામત રાખ્યો હતો અને 40 દિવસ સુધી હિન્દુ અને મુશ્લિમ પક્ષોની દલીલ સાંભળી હતી.


જાણો, કયા ન્યાયાધીશ સંભળાવશે ચૂકાદો
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયાધિશ એ.એ. બોબડે, ન્યાયાધિશ ચંદ્રચૂડ, ન્યાયાધિશ અશોક ભૂષણ અને ન્યાયાધિશ એસ. અબ્દુલ નઝીર. રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 70 વર્ષ જૂના અયોધ્યા કેસમાં સુપ્રીમે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી પાંચ ન્યાયાધિશની બંધારણીય બેન્ચે 6 ઓગસ્ટના રોજથી આ કેસની સુનાવણી હાથ ધરી હતી.



ચુકાદાને ધ્યાનમાં રાખતા ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ
અયોધ્યા કેસના ચૂકાદાને ધ્યાનમાં રાખતા ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તથા હેડ ક્વાટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે,

16,000 સ્વયંસેવક હાજર
અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના દુષ્પ્રચાર કે કોઈ પણ સંપ્રદાયની વિરુદ્ધ ભડકાઉ પ્રસાર પર નજર રાખવા માટે 16 હજાર સ્વયંસેવક હાજર રાખ્યા છે. ગડબડ રોકવા માટે 3000 લોકોનું માર્કિંગ કરીને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.



અમારી સંપૂર્ણ તૈયાર છીએ : ડીએમ
અયોધ્યાના ડીએમ અનુજ કુમારે કહ્યું કે પ્રશાસને તૈયાર છીએ. જોકે ચૂકદાના પગલે વિવાદિત જગ્યાની આસપાસ રહેનાર લોકો ઘરમાં રેશન એકત્રિત કરી રહ્યાં છે. તેમને ભરોસો અપાવવામાં આવ્યો છે કે સામાન્ય જીવન પર કોઈ અસર પડશે નહિ.

રેલવેએ RPFની રજાઓ રદ કરી
અયોધ્યા પરના ચૂકાદાને જોતા રેલવે પોલીસે પણ એક એડવાઈઝરી બહાર પાડી છે. તમામ કાર્યાલયોને મોકલવામાં આવેલા 7 પાનાના દસ્તાવેજોમાં પ્લેટફોર્મ, સ્ટેશન અને યાર્ડ પર ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ હિંસાની દ્રષ્ટિએ સંવેદનશીલ અને એવા સ્થાનોની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાં અસામાજિક તત્વો વિસ્ફોટક છુપાવી શકે છે.

ayodhya verdict new delhi ayodhya