26 June, 2025 06:56 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શુભાંશુ શુક્લાને અભિનંદન આપ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
ભારતીય વાયુસેના (Indian Air Force)ના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla)ના અવકાશ યાત્રા પર ગયા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narednra Modi)એ એક્સિઓમ- ૪ મિશન (Axiom-4 Mission)ની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.
ભારતીય અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લા આજે અમેરિકાથી AXIOM-4 એક્સિઓમ- ૪ (Axiom-4 Mission) નામના મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થવાના છે. આ મિશન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભાંશુ શુક્લાને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું છે કે, ‘ભારત, હંગેરી, પોલેન્ડ અને યુએસએના અવકાશયાત્રીઓને લઈને અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું અમે સ્વાગત કરીએ છીએ. ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. તેઓ તેમની સાથે ૧.૪ અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ લઈ જાય છે. તેમને અને અન્ય અવકાશયાત્રીઓને સફળતા માટે શુભકામનાઓ.’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)એ પણ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ભારત માટે અવકાશમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. આખો દેશ એક ભારતીયની તારાઓની સફરથી ઉત્સાહિત અને ગર્વ અનુભવે છે. તેઓ અને યુએસ, પોલેન્ડ અને હંગેરીના એક્સિઓમ મિશન ૪ના તેમના સાથી અવકાશયાત્રીઓ સાબિત કરે છે કે વિશ્વ ખરેખર એક પરિવાર છે - `વસુધૈવ કુટુંબકમ`. નાસા અને ઇસરો વચ્ચેની સ્થાયી ભાગીદારીને પ્રતિબિંબિત કરતા આ મિશનની સફળતા માટે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. ક્રૂ સભ્યો દ્વારા કરવામાં આવનારા વ્યાપક પ્રયોગો વૈજ્ઞાનિક અભ્યાસ અને અવકાશ સંશોધનના નવા સીમાડાઓ તરફ દોરી જશે.’
શુભાંશુ શુક્લા કોણ છે?
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર – ઇસરો (Indian Space Research Center - ISRO)ના ગગનયાન મિશનનો ભાગ છે. આ જ કારણ છે કે, ઇસરોએ શુભાંશુને એક્સ-04 મિશન માટે પસંદ કર્યો છે. વર્ષ ૨૦૧૯માં, શુભાંશુએ રશિયાની રાજધાની મોસ્કોમાં ગાગરીન કોસ્મોનૉટ તાલીમ કેન્દ્રમાંથી એક વર્ષની ટેસ્ટ આપી. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશન માટે શુભાંશુ શુક્લાના નામની જાહેરાત કરી. શુભાંશુ શુક્લા AX-04 મિશન માટે ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષ ૧૯૮૪ પછી, શુભાંશુ અવકાશમાં પગ મૂકનાર પ્રથમ ભારતીય બનશે.
Axiom-4 Mission આ મિશન હેઠળ આવતા મહત્વના સાત પ્રયોગ વિષે જો વાત કરવામાં આવે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO) દ્વારા તૈયાર કરવામાં આવેલા સાત વૈજ્ઞાનિક પ્રયોગો સામેલ છે. પહેલીવાર જ ભારતના આ પ્રયોગો પ્રાઇવેટ સ્પેશ મિશનનો ભાગ બની રહ્યા છે. આ પ્રોજેક્ટ જૈવિક સંશોધન, સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં કોષોની વર્તણૂક અને નવી તકનીકો પર કેન્દ્રિત છે.