અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ મિશેલને ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી

16 February, 2019 07:43 PM IST  |  દિલ્હી

અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ મિશેલને ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી

મિશેલને કોર્ટે તરફથી ઝટકો

અગસ્તા વેસ્ટેલેન્ડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. મિશેલની 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ vvip હેલિકોપ્ટર સોદામાં કથિત ગોટાળાના મામલામાં CBIએ ધરપકડ કરી હતી. ખાસ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે CBI અને ED દ્વારા દાખલ કરવામાં આવેલા મામલાઓમાં મિશેલની જામીન અરજી ફગાવી દીધી છે.

મિશેલની ગયા વર્ષે 22 ડિસેમ્બરે દુબઈથી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ પાંચ જાન્યુઆરી અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળાના મામલામાં પૂછપરછ માટે મિશેલને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો હતો. મિશેલ ઈડી અને CBIએ જેની ધરપકડ કરી છે તેવા અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાના ત્રણ આરોપીઓમાંથી એક છે, એ સિવાય આ સોદામાં અન્ય બે વચેટિયા ગુઈદો હાશ્કે અને કાર્લો ગેરેસા હતા.

કોણ છે ક્રિશ્ચિયન મિશેલ?
ક્રિશ્ચિયન મિશેલ પર અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાં 36, 000 કરોડ રૂપિયાનું મની લૉન્ડ્રિંગ કરવાના અને લાંચ લેવાનો આરોપ છે. મિશેલ બહુચર્ચિત અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળા મામલામાં 3 વચેટિયામાંથી એક છે, જેમની સામે તપાસ થઈ રહી છે. ગુઈદો હાશ્કે અને કાર્લો ગેરેસા પણ આ ગોટાળામાં સામેલ છે. 57 વર્ષિય મિશેલ, ફેબ્રુઆરી 2017માં ધરપકડ બાદ દુબઈની જેલમાં હતો. તેને UAEમાં કાયદાકીય અને ન્યાયિક કાર્યવાહી લંબાતા રહેવા સુધીમાં હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો. ભારતે 2017માં UAEથી ક્રિશ્ચિયનને ભારતને પ્રત્યાર્પિત કરવાની આધિકારીક અપીલ કરી હતી. આ મામલે UAEની અદાલતને જરૂરી દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસનો પીએમ મોદી પર પલટવાર: અગસ્તા વેસ્ટલેન્ડ બ્લેકલીસ્ટમાંથી કેમ બહાર કરાઈ?

મિશેલ પર છે આ આરોપો
અગસ્તા વેસ્ટલેન્ડ મામલામાં આરોપી મિશેલ પર આરોપ છે કે તેણે પોતાના બે સાથીઓ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું. મિશેલની સાથે આ મામલામાં તત્કાલિન વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી અને તેમને પરિવારના સભ્યો પણ સામેલ છે. ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે મિશેલ પોતાની દુબઈની કંપની ગ્લોબલ સર્વિસિઝના માધ્યમથી દિલ્હીની એક કંપનીને સામેલ કરીને અગસ્તા પાસેથી લાંચ લીધી.

national news