લાલુ પ્રસાદ યાદવના એક ઓડિયો રેકોર્ડિંગથી રાજકારણમાં ખળભળાટ

25 November, 2020 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાલુ પ્રસાદ યાદવના એક ઓડિયો રેકોર્ડિંગથી રાજકારણમાં ખળભળાટ

ફાઈલ ફોટો

બિહારમાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી  પહેલા જ એક ઓડિયો વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) જેલમાં બેઠા બેઠા જ ભાજપના વિધાનસભ્યોને તોડવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીરપૈંતી બેઠક પરથી ભાજપના વિધાનસભ્ય લલન પાસવાન અને લાલુ યાદવ ફોન કરીને સ્પીકર માટે યોજાનારા મતદાનમાં ગેરહાજર રહેવા કહી રહ્યાં છે.

આ ઓડિયોને લઈને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi)એ લાલુ પ્રસાદ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો હતો કે, લાલુ યાદવે જેલમાંથી જ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને ફોન કરીને તેમને પોતાની પાર્ટીની સાથે મળી જવાની લાલચ આપી છે. બિહાર વિધાનસભામાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવવાની છે, તે પહેલા જ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ફોન રકીને બિહારની સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવવાની સાથે જ  તેમણે એક ઓડિયો ક્લિપ પણ બહાર પાડી છે. જેમાં લાલુ પ્રસાદ યાદવ, ભાજપ ધારાસભ્ય લલન પાસવાન સાથે વાત કરતા મંત્રી પદની ઓફર કરી છે.

સુશીલ મોદીએ ઓડિયો ક્લિપ શેર કરીને ટ્વિટર પર લખ્યું છે કે, લાલુ યાદવે દેખાડી પોતાની અસલિયત. લાલુ યાદવ દ્વારા એનડીએના વિધાનસભ્યને બિહાર વિધાનસભા અધ્યક્ષ માટે થનારી ચૂંટણીમાં મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવાના માટે લાલચ આપતા… ઓડિયો ક્લિપમાં લાલુ યાદવે ધારાસભ્યનું પૂરેપૂરું નામ નથી લીધુ અને તેમને પાસવાનજી કહીને સંબોધન કર્યું છે. જો કે કહેવાય છે કે તેમણે ભાજપના વિધાનસભ્ય લલન પાસવાનને ફોન કર્યો હતો.

આ પણ વાંચોઃ લાલુ પ્રસાદે તબિયતનું કારણ ધરીને જામિનની અરજી કરી, જેની સુનાવણી 27 નવેમ્બરે

ઓડિયો ક્લિપમાં સૌથી પહેલા લાલુ યાદવના પીએનો અવાજ સંભળાય છે. જે ધારાસભ્ય સાથે વાત કરવા માટે કહે છે. તેઓ કહે છે કે, વિધાયકજીને ફોન આપો, સાહેબ વાત કરશે, માનનીય લાલુ પ્રસાદ યાદવ. લાલુ યાદવના પીએએ એમ પણ કહ્યું હતું કે, તેઓ રાંચીથી વાત કરે છે.

lalu prasad yadav bihar national news