સ્વરા ભાસ્કર વિરુદ્ધ અનાદરનો કેસ એટર્ની જનરલે ફગાવ્યો

23 August, 2020 08:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સ્વરા ભાસ્કર વિરુદ્ધ અનાદરનો કેસ એટર્ની જનરલે ફગાવ્યો

સ્વરા ભાસ્કર

ફેબ્રુઆરીમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલએ એક આપત્તિ જનક ટિપ્પણી બદ્દલ અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) વિરુદ્ધ અનાદરના કેસની માગણીને ફગાવી છે.

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રિમ કોર્ટના આદેશ વિરુદ્ધ સ્વરાએ કથિત અને અપમાનજનક ટિપ્પણી આપી નથી. સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો કે સ્વરાએ આ ટિપ્પણી ફેબ્રુઆરી 2020માં એક પેનલમાં ચર્ચા દરમિયાન આપી હતી.

સ્વરા ભાસ્કર વિરુદ્ધ અવમાનની કાર્યવાહીની માંગ કરતા અરજીકર્તા ઉષા શેટ્ટીએ, ભાસ્કરના એક ફેબ્રુઆરીએ મુંબઈ કલેક્ટિવના એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને આધાર બનાવ્યો હતો. અરજીકર્તાએ કહ્યું કે, અભિનેત્રીએ કોર્ટની છાપને ખરાબ કરી છે.

સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, આપણે હવે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં કોર્ટને ખબર નથી કે તેઓ સંવિધાનમાં વિશ્વાસ રાખે છે કે નહીં. આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં સુપ્રિમ કોર્ટે એક આદેશમાં કહ્યું કે, બાબરી મસ્જિદને તોડવી ગેરકાયદેસર હતી અને હવે એવા લોકોને જ પુરસ્કૃત કરી રહી છે જેમણે મસ્જિદને તોડી હતી.

અવમાન કાયદો, 971ની કલમ 15 અંતર્ગત કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અવમાનની કાર્યવાહી કરતા પહેલા એટર્ની જનરલ કે સોલિસીટર જનરલની મંજૂરી લેવાની હોય છે.

swara bhaskar supreme court ayodhya verdict babri masjid