કોરોના વોરિયર્સને યાદ કરી ભાવુક થયા વડાપ્રધાન, કહ્યું...

17 January, 2021 11:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના વોરિયર્સને યાદ કરી ભાવુક થયા વડાપ્રધાન, કહ્યું...

કોરોના રસીકરણ અભિયાનના લોન્ચિંગ પ્રસંગે દેશવાસીએને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા વડા પ્રધાન મોદી (તસવીર: પી.ટી.આઈ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૧.૦૫ વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી. આ પહેલા ૩૫ મીનિટના ભાષણમાં તેમણે કહ્યું કે, વેક્સિન ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે. આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી

દેશમાં કોરોનાને ટક્કર આપવા વેક્સિનેશનની શરૂઆત કરતાં વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. કોરોના કાળમાં મુશ્કેલ સમયને યાદ કરીને તેમની આંખો ભરાઈ ગઈ હતી અને ગળે ડુમો ભરાઈ ગયો હતો. તેમણે કહ્યું કે, જે લોકો આપણને છોડીને જતા રહ્યા, તેમને એવી વિદાય ન મળી શકી જે તેમને મળવી જોઈતી હતી. સાથીદારોએ આપણને બચાવવા માટે તેમના પ્રાણ સંકટમાં નાખ્યા છે. તેમણે કહ્યું કે, આપણાં ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, આશા વર્કર્સ, સફાઈ કર્મચારીઓએ તેમની જવાબદારી નીભાવી છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહ્યા. ઘણાં ઘણાં દિવસો સુધી ઘરે નથી ગયા. ઘણાં સાથીઓ એવા છે જે ઘરે પરત જ નથી ફર્યા.

વડાપ્રધાન મોદીએ કહ્યં તેમણે એક-એક જીવ બચાવવા પોતાના જીવ જોખમમાં મૂક્યા છે. તેથી કોરોનાની પહેલી વેક્સિન સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકોને આપીને સમાજ પોતાનું ઋણ ચુકવી રહ્યા છે. આ દેશની તેમના માટે આદરાંજલિ પણ છે.

આટલા ઓછા દિવસોમાં એક નહીં, બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર થઈ છે. આવી જ ઉપલબ્ધિઓ માટે રાષ્ટ્ર કવિ રામધારી સિંહ જી દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે, તો પથ્થર પણ પાણી બની જાય છે.

તમારે કોઈ પ્રકારના પ્રચારથી દૂર રહેવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં ઘણી વિશ્વસનીયતા છે. તમને ગર્વ થશે કે દુનિયામાં જેટલા બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે તેમંથી ૬૦% ભારતમાં જ બને છે.

coronavirus covid19 national news narendra modi