ઓહોહો... એક કિલો ચાના 50,000 રૂપિયા

31 July, 2019 08:51 AM IST  |  ગુવાહાટી

ઓહોહો... એક કિલો ચાના 50,000 રૂપિયા

આટલી મોંઘી ચા

આસામના ગુવાહાટીમાં મનોહરી પ્રકારની ચાની જાહેર હરાજીમાં ભાવનો નવો વિશ્વવિક્રમ જોવા મળ્યો હતો. મનોહરી એક વિશિષ્ટ પ્રકારની ચા છે અને આજે યોજાયેલી એની હરાજીમાં એક કિલોનો ભાવ ૫૦,૦૦૦ રૂપિયા નોંધાયો છે. 

દિબ્રૂગઢની મનોહરી ટી એસ્ટેટની આ વરાઇટીની ચાની આજે જાહેર હરાજી હતી. ‘મારી દૃષ્ટિએ વિશ્વમાં કોઈ પણ પ્રકારની ચાની વરાઇટીનો આટલો ઊંચો ભાવ જાહેર હરાજીમાં આવ્યો નહીં હોય’ એવું ગુવાહાટી ટી ઑક્શન બાયર્સ કમિટીના દિનેશ બિયાનીએ જણાવ્યું હતું. સ્થાનિક સૌરભ ટી ટ્રેડર્સ પ્રાઇવેટ ‌‌લિમિટેડે હરાજીમાં આ ચા બે કિલો ખરીદી હતી. ગયા વર્ષે હરાજીમાં આ ચાનો ભાવ ૩૯,૦૦૧ રૂપિયા આવ્યો હતો અને આમ એક વર્ષમાં ભાવમાં ૨૮ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનો પર મોદી સરકારનો મેગા પ્લાન પણ કેમ ડરે છે રાજ્ય સરકાર?

મનોહરી ગોલ્ડ ટી પી ૧૨૬ પ્રકારનાં એક ખાસ પ્રકારનાં પત્તાંમાંથી ઉગાડવામાં આવે છે. એ એકદમ નાજુક હોવાથી વહેલી સવારે હાથ વડે જ એને ચૂંટવી પડે છે. એનો સોના જેવો રંગ હોય છે અને એકદમ હલકી ખુશ્બૂ પણ એમાં હોય છે. મેસર્સ મનોહરી એસ્ટેટના માલિક રંજન લોહિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે મોસમ અનુકૂળ ન હોવાથી માત્ર પાંચ કિલો મનોહરી ચાનું ઉત્પાદન થયું છે.

guwahati national news