Corona વૉરિયર્સે દર્દીઓ સામે કર્યો આ ગીત પર ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

14 October, 2020 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Corona વૉરિયર્સે દર્દીઓ સામે કર્યો આ ગીત પર ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

Corona વૉરિયર્સે દર્દીઓ સામે કર્યો આ ગીત પર ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

કોરોનાવાયરસ (Coronavirus)ના કેસ દરરોજ વધતા જાય છે. દેશમાં કોવિડ-19 (Covid-19)ના 63,509 નવા કેસ સામે આવવાની સાથે જ સંક્રમણના કુલ કેસ વધીને 72,39,389 થઈ ગયા, જ્યારે બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 63 લાખથી વધારે થઈ ગયા છે અને દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારી 87.05 પર પહોંચી ગઈ છે. દર્દીઓને સ્વસ્થ કરવા માટે કોરોના વૉરિયર્સ પણ મહેનત કરી રહ્યા છે. દર્દીઓનું મનોરંજન કરવા માટે કોરોના વૉરિયર્સ અનેક પ્રકારની વસ્તુઓ કરી રહ્યા છે. એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં કોરોના વૉરિયર્સે દર્દીઓની સામે 'ચિટ્ટિયાં કલાઇયાં' પર ધમાકેદાર ડાન્સ કર્યો. આ વીડિયો આસામના તેજપુર મેડિકલ કૉલેજનો છે. સોશિયલ મીડિયા પર તે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આસામના તેજપુર મેડિકલ કૉલેજમાં ત્રણ કોરોના વૉરિયર્સે બોલીવુડના પૉપ્યુલર સૉન્ગ 'ચિટ્ટિયાં કલાઇયાં' પર ડાન્સ કર્યો. રોગીઓનું મનોરંજન કરવા માટે અને પોતાનું તાણ ઘટાવવા માટે તેમણે આ ડાન્સ કર્યો. હૉસ્પિટલના એક કર્મચારીએ આ વીડિયો ટ્વીટ કર્યું છે. કોવિડ વૉર્ડમાં જઈને ડૉક્ટર ડિમ્પી, નીતાશ્રી અને અનન્યાએ આ પરફૉર્મન્સ આપી.

24 કલાકમાં કોરોનાવાયરસ બીમારીથી 730 વધુ દર્દીઓના મોત થઈ ગયા છે. આ મૃત્યુની સાથે જ દેશમાં મહામારીથી મરનારા લોકોની અત્યાર સુધીની સંખ્યા 1,10,586 પર પહોંચી ગઈ છે. સતત છ દિવસોથી કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા નવ લાખથી ઓછી છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર હેઠળ 8,26,876 છે, જે કુલ કેસના 11.42 ટકા છે, જો કે, અત્યાર સુધી આ બીમારીથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 63,01,927 થઈ ગઈ છે.

દેશમાં કોવિડ-19 કેસમાં મૃત્યુ દર 1.53 ટકા છે. ભારતમાં કોવિડ-19ના કેસ સાત ઑગસ્ટના 20 લાખનો આંકડો પાર કર્યો હતો, જ્યારે 23 ઑગસ્ટના 30 લાખ, પાંચ સપ્ટેમ્બરના 40 લાખ, 16 સપ્ટેમ્બરના 50 લાખ, 28 સપ્ટેમ્બરના 60 લાખ અને 11 ઑક્ટોબરના 70 લાખનો આંકડો પાર કર્યો હતો.

coronavirus covid19 national news