આસામનાં પ્રિન્સિપાલે પગથી રાષ્ટ્રધ્વજ વાળ્યો, પોલીસે કરી ધરપકડ

18 August, 2025 01:39 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ હેઠળ નાગાંવ જિલ્લામાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.’

આસામની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ ફાતેમા ખાતૂને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતાં ગઈ કાલે તેમની ધરપકડ કરવામાં આવી

આસામની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ ફાતેમા ખાતૂને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતાં ગઈ કાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલાં શનિવારે પગથી ત્રિરંગો વાળવાનો તેમનો વિડિયો વાઇરલ થયો હતો. વાઇરલ ક્લિપમાં દેખાય છે કે પ્રિન્સિપાલે ધ્વજસ્તંભ પરથી ધ્વજ નીચે ઉતાર્યો હતો અને સ્કૂલના પ્રાંગણમાં ધ્વજ ખેંચ્યો હતો. ત્યાર બાદ તેમણે ઘૂંટણની મદદથી રાષ્ટ્રધ્વજ પર પગ રાખીને એને વાળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ‘પ્રિન્સિપાલ શનિવારે સવારે ૭:૩૦ વાગ્યે એકલાં સ્કૂલમાં ગયાં હતાં અને વાંધાજનક રીતે ધ્વજ નીચે ઉતાર્યો હતો. રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ હેઠળ નાગાંવ જિલ્લામાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.’

assam viral videos social media independence day Education indian flag national news news crime news