30 April, 2025 06:57 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
રાઇફલવુમન શ્રીલક્ષ્મી પી.વી
આસામ રાઇફલ્સની રાઇફલવુમન શ્રીલક્ષ્મી પી.વી.એ પહેલી મહિલા ડૉગ-હૅન્ડલર બનીને ઇતિહાસ રચ્યો છે. પરંપરાગત રીતે આ ક્ષેત્રે પુરુષોનું વર્ચસ હોય છે, પણ એક અભૂતપૂર્વ સિદ્ધિમાં શ્રીલક્ષ્મીએ તમામ અવરોધો તોડીને પોતાની હિંમત, દૃઢનિશ્ચય અને ધ્યેયપ્રાપ્તિનું પ્રદર્શન કર્યું છે. તેની તાલીમ સંરક્ષણ દળોમાં મહિલાઓના વધતા સમાવેશનું પ્રતીક છે, કારણ કે હવે સંરક્ષણ દળોમાં મહિલાઓની ભાગીદારી લગભગ ૪.૦૧ ટકા હિસ્સો ધરાવે છે. આસામ રાઇફલ્સ સૈન્યમાં મહિલાઓની ભાવિ પેઢીઓ માટે માર્ગ મોકળો કરવાનું માધ્યમ બન્યું છે, વધુ મહિલાઓને તેમનાં સપનાંઓને સાકાર કરવા અને ગર્વથી સેવા આપવા માટે એ પ્રેરણા આપે છે. આ સિદ્ધિ સંરક્ષણ દળોમાં જેન્ડર ઇક્વાલિટી માટે એક નવા યુગની શરૂઆત કરે છે.