જ્યારે રોઝા તોડીને મુસ્લિમ યુવકે બચાવ્યો હતો હિન્દુ યુવકનો જીવ

05 June, 2019 08:07 PM IST  |  આસામ

જ્યારે રોઝા તોડીને મુસ્લિમ યુવકે બચાવ્યો હતો હિન્દુ યુવકનો જીવ

મુસ્લિમો માટે રમઝાન એક પવિત્ર મહિનો ગણવામાં આવે છે. મુસ્લિમ સમુદાયના લોકો દિવસભર રોઝા રાખતા હોય છે. રોઝા દરમિયાન એક મુસ્લિમ યુવકે ભાઈચારાનુ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. આસામમાં રહેતા એક મુસ્લિમ યુવકે હિન્દુ વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાના રોઝા તોડ્યા હતા અને દેશભરમાં ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું.

આ મુસ્લિમ યુવકે માણસાઈની આગળ ધર્મ, જાતિ અને સંપ્રદાયને પાછળ મુક્યા હતા. મુસ્લિમ યુવકે રોઝા તોડીને હિન્દુનો જીવ બચાવવા માટે રક્તદાન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આસામના મંગલદોઈ વિસ્તારમાં રહેનાર પાનુલ્લાહ અહમદ અને તાપશ ભગવતી બન્ને બ્લડ ડોનર્સ છે અને બ્લડ ડોનેટ ગ્રુપ સાથે જોડાયેલા છે. રોઝા દરમિયાન બન્ને પર ગુવાહાટીના એક હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, એક વ્યક્તિનું ટ્યૂમરનું ઓપરેશન ચાલુ છે અને તેને લોહીની જરુર છે. પાનુલ્લાહે કઈ પણ વિચાર કર્યા વિના લોહી ડોનેટ કરવાનો વિચાર કર્યો. પરંતુ તેની માટે તેમને ખાવુ ખુબ જરુરી હતુ. પાનુલ્લાહે રોઝાના નિયમોને તોડીને જમ્યા અને ત્યાર બાદ બ્લડ ડોનેટ કર્યું હતું.

આ પણ વાંચોઃ હમ જુદા હો ગએ માયાવતી-અખિલેશનું ગઠબંધનને બાય-બાય

આ વિશે પાનુલ્લાહે ઈસ્લામના જાણકારો સાથે રક્તદાન વિશે વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે રક્તદાન કરવા માટે ઈસ્લામમાં કોઈ મનાઈ નથી પરંતુ રોઝા દરમિયાન શરીર કમજોર થઈ જાય છે જેની માટે જમવુ જરુરી છે. પાનુલ્લાહે રોઝા તોડીને બલ્ડ ડોનેટ કર્યું હતું. આ સાથે તાપશ ભગવતીએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું.

assam national news