22 August, 2025 09:33 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં રેલવેમાં વધુ સામાન લઈ જવા પર ચાર્જ વસૂલ કરવામાં આશે એવા રિપોર્ટ્સ વિશે વાત કરી હતી. થોડા દિવસ પહેલાં જ એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે રેલવેમાં મુસાફરી કરવા માટે પૅસેન્જર ડબ્બાના વર્ગ પ્રમાણે સામાનના વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ ACમાં ૭૦ કિલો વજનથી લઈને જનરલ ક્લાસ માટે ૩૫ કિલો સુધીની વજન માટેની મર્યાદા જાહેર કરવામાં આવી હતી.
જોકે રેલવેપ્રધાને આ રિપોર્ટ્સનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ‘વધારાના વજન પર ચાર્જ વસૂલ કરવામાં આવશે એવા રિપોર્ટ્સ તદ્દન ખોટા છે. રેલવેમાં સામાન લઈ જવા પર વજનની મર્યાદા નક્કી છે. આ નિયમો તો પહેલેથી છે. કોઈ નવા નિયમ નથી બનાવવામાં આવ્યા. હા, હવે આ નિયમોને કડકાઈથી લાગુ કરવામાં આવશે એવું નક્કી થયું છે.’