મોદી-શાહને ક્લીન ચિટ મામલે નારાજ ચૂંટણી કમિશનરે સીઈસીને પત્ર લખ્યો

19 May, 2019 10:37 AM IST  |  દિલ્હી

મોદી-શાહને ક્લીન ચિટ મામલે નારાજ ચૂંટણી કમિશનરે સીઈસીને પત્ર લખ્યો

અમિત શાહ નરેન્દ્ર મોદી (File Photo)

ચૂંટણી પંચ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને આચારસંહિતા ઉલ્લંઘન કેસમાં ક્લીન ચિટ આપવાને લઇને અસહમતિ દર્શાવનારા ઇલેક્શન કમિશનર અશોક લવાસાએ ઇલેક્શન કમિશનની બેઠકોમાં જવાનું છોડી દીધું છે. અહેવાલ મુજબ તેમણે હાલમાં જ ચીફ ઇલેક્શન કમિશનરને એક લેટર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી તેમને અસહમતિવાળા મતને ઓન રેર્કોડ લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ચૂંટણીપંચની એકપણ બેઠકમાં ભાગ નહીં લે.

રર્પિોટ મુજબ પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ મળેલી આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદોની તપાસ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઇલેક્શન કમિશનર સુનીલ અરોરા, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સામેલ હતા. આ મામલે ઇલેક્શન કમિશનર લવાસાનો મત અન્ય બે સભ્યો કરતાં અલગ હતો, પરંતુ બહુમતથી લેવામાં આવેલા ફેંસલામાં આચારસંહિતાનું ઉલ્લંઘન ન માનતા પીએમ મોદીને ક્લીન ચિટ આપવામાં આવી હતી.

એટલું જ નહીં લવાસા ઇચ્છતા હતા કે, તેમનો મત રેકૉર્ડ પર લેવામાં આવે, પરંતુ તેવું નહોતું કરવામાં આવ્યું, જેના વિરોધમાં લવાસાએ ઇલેક્શન કમિશનની બેઠકથી પોતાને દૂર કરી લીધા હતા.

આ પણ વાંચોઃ કૉન્ગ્રેસના ઉમેદવાર પર ભડકી કિરણ ખેર લાફો મારવાની ઇચ્છા દર્શાવી

સુનીલ અરોડાએ કહ્યું કે આદર્શ આચારસંહિતાના સંબંધમાં ચૂંટણીઆયોગના આંતરિક કામકાજ અંગે આજે મીડિયાના વર્ગમાં આવો વિવાદ પ્રકાશિત થયો જે ઘૃણીત છે અને તેનાથી બચી શકાયું હોત. અતીતમાં પણ અનેક વખત ચૂંટણી આયુક્તોના વિચારમાં ઘણી વિવિધતા રહી છે, પરંતુ ત્યારે આ સાવર્‍જનિક થતી ન હતી. જોકે રિટાયરમેન્ટના ઘણા સમય બાદ અધિકારી પોતે લખેલા પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરે તો. સાથે જ અરોડાએ કહ્યું કે તેઓને સાર્વજનિક ચર્ચાથી કોઇ વાંધો નથી, પરંતુ દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે.

Election 2019 national news