વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ધબડકા માટે રાજ્યનું નેતૃત્વ દોષી : અશોક ચવાન

20 October, 2014 06:03 AM IST  | 

વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ધબડકા માટે રાજ્યનું નેતૃત્વ દોષી : અશોક ચવાન




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજય સંદર્ભે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે ‘મોદી-વેવને લીધે BJPનો વિજય થયો હોય એ વાતમાં દમ નથી. આ બાબત હરીફરીને

ઍન્ટિ-ઇન્કમ્બન્સી ફૅક્ટર પર આવે છે. પક્ષના રાજ્યના નેતૃત્વે દરેક મુદ્દો જવાબદારીથી હૅન્ડલ કર્યો હોત તો આજે જે છે એના કરતાં અમારી સ્થિતિ વધારે સારી હોત. છેલ્લી ઘડીએ કૉન્ગ્રેસ-NCPનું ગઠબંધન તૂટી જતાં મતદારોના મનમાં પક્ષની ઇમેજ પર અસર થઈ હતી.’

નાંદેડના સંસદસભ્ય અશોક ચવાણે પરાજયની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૧૫ વર્ષોમાં અમે અમારા રાજ્યના લોકોના કલ્યાણ માટે ઘણી મહેનત કરી, પરંતુ અમે મારી અચીવમેન્ટ્સને જનતા સમક્ષ પ્રોજેક્ટ કરવામાં નિષ્ફળ ગયા. જો પક્ષના રાજ્યના નેતૃત્વે ઇલેક્શનના ઇશ્યુને કાળજીપૂર્વક હૅન્ડલ કર્યો હોત તો આટલી નામોશી ન મળી હોત.’