આગરાઃ તાજમહેલ ખુલવાની સાથે શરૂ થયું 'દેહવ્યાપાર'નું માર્કેટ

21 September, 2020 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આગરાઃ તાજમહેલ ખુલવાની સાથે શરૂ થયું 'દેહવ્યાપાર'નું માર્કેટ

પ્રતીકાત્મક તસવીર

આગરામાં તાજમહેલ ખુલવાની સાથે જ સ્પા (Spa Center) સેન્ટરના નામે દેહ વ્યાપારનું બિઝનેસ પણ જોર પકડી રહ્યું છે. તાજ પાસે એક મૉલમાં સ્પા સેન્ટર્સના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ કાર્યવાહીની માહિતી લીક થતાં દેહ વ્યાપારના અડ્ડા બંધ કરાવી દીધા.

કોરોના કાળમાં છ મહિના પછી તાજમહેલ પ્રવાસીઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજ મહેલ ખુલતાં જ પ્રવાસીઓ માટે સ્પા સેન્ટરના નામે દેહ વ્યાપારની દુકાનો ખુલી રહી છે. તાજમહેલથી ખૂબ જ ઓછા અંતરે એક મૉલમાં આ બિઝનેસ ચલાવવામાં આવે છે. છોકરીઓને સજાવી ધજાવીને મૉડલ્સની જેમ કૅટવૉક કરાવવામાં આવે છે. પસંદ પડવા પર ગ્રાહકો સાથે ભાવ નક્કી કરી મસાજના નામે દેહ વ્યાપારનું કામ કરાવવામાં આવે છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ વાતની તપાસ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આગરાના એસએસપી બબલૂ કુમારે બધાં સ્પા સેન્ટર બંધ કરાવી દીધા હતા. સેક્સ રેકેટ ચલાવનાર રોશની અને તેમના દસ સાથીદારોની ધરપકડ બાદ દેહ વ્યાપારના બિઝનેસને સંપૂર્ણપણે બંધ કરાવી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો. પણ તાજમહેલ ખુલવાની સાથે જ દેહ વ્યાપાર પણ ફરી શરૂ થતો જોવા મળી રહ્યો છે.

જાણીતા મૉલમાં પહોંચી પોલીસ, મળ્યું શટર બંધ
એક નામી મૉલમાં સ્પા સેન્ટરના નામે દેહ વ્યાપારનો વીડિયો વાયરલ થયા પછી પોલીસ તપાસ કરવા પહોંચી. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે પોલીસની કાર્યવાહીની માહિતી પહેલાથી જ લીક કરી દેવામાં આવી હતી. પોલીસના પહોંચતા પહેલા જ સ્પા સેન્ટરના સંચાલકો ત્યાંથી નીકળી ગયા. અને બધાં જ શટર બંધ મળ્યા. તાજમહેલ અને કિલ્લા સહિત ઐતિહાસિક સ્મારકોને કારણે આગરા પર્યટન રાજધાની માનવામાં આવે છે.

sexual crime sex and the city sex and relationships Crime News agra taj mahal