કોંગ્રેસના ઘોષણાપત્ર પર જેટલીના પ્રહાર, કહ્યું, દેશને તોડવાનું કરશે કામ

02 April, 2019 07:10 PM IST  |  નવી દિલ્હી

કોંગ્રેસના ઘોષણાપત્ર પર જેટલીના પ્રહાર, કહ્યું, દેશને તોડવાનું કરશે કામ

અરુણ જેટલીના કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસના ઘોષણાપત્ર પર કેંદ્રીય નાણા મંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીએ મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન જેટલીએ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવા એજંડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. તેમણે આગળ એવું પણ જણાવ્યું કે કોંગ્રેસે કહ્યું કે તેઓ જ વચન આપે છે તેને નિભાવે છે. આ ઘોષણાપત્રમાં એવી પણ વાતો છે જે દેશને તોડનારી છે જે દેશની એકતાની વિરુદ્ધમાં છે. નહેરુ-ગાંધી પરિવારની જમ્મૂ-કશ્મીરને લઈને જે ઐતિહાસિક ભૂલ હતી, તેને આ એજંડા આગળ વધારી રહ્યો છે.

જેટલીએ કહ્યં કે, 'કોંગ્રેસનું આજનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓની ચુંગાલમાં છે. તેઓ ઘોષણાપત્રમાં કહી રહ્યા છે કે IPCનું સેક્શન 124-A હટાવી દેવામાં આવશે, દેશદ્રોહ હવે અપરાધ નથી.' તેમણે કહ્યું કે જે પાર્ટી આવી ઘોષણા કરતી હોય તે એકપણ મતને લાયક નથી.

રાહુલ ગાંધીના નોકરી વાળા નિવેદન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ એક તરફ કહ્યું કે 28 લાખ નોકરીઓ આપશે. જો કે કોંગ્રેસના ઘોષણાપત્રનું આગલું જ વાક્ય કહે છે કે રાજ્ય સરકારમાં 20 લાખ નોકરીઓ છે. તો એવામાં જેટલીએ રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે એ તો વાંચવું જોઈતું હતું કે તેઓ શું કહી રહ્યા હતા.

ભાજપના નેતાએ જણાવ્યું કે કોંગ્રેસની ન્યાય યોજનાની કેટલીક વધુ વાતો પણ આજે સામે આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે કહ્યું હતું કે આ કેંદ્રની યોજના નથી પણ તેમની સાધન કેંદ્રથી પણ આવશે અને રાજ્યથી પણ આવશે. પરંતુ આ કોંગ્રેસે પહેલા દિવસે એમ નહોતું કહ્યું કે આ કેંદ્ર અને રાજ્યની સંયુક્ત સ્કીમ છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર, ગરીબી પર વાર, દર વર્ષે 72 હજારઃ રાહુલ ગાંધી

ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરી ચુક્યા છે. તેમણે કોંગ્રેસના ઘોષણાપત્રમાં સશસ્ત્ર બળ(વિશેષ શક્તિઓ) અધિનિયમ-AFSPAમાં સંશોધન કરવાના વચન પર સવાલો કર્યો છે. તેમણે કહ્યું કે, 'હું પુછવા માંગુ છું કે કોંગ્રેસના અધ્યક્ષને કે તેઓ દેશની જવાનોનો બળ આપવા માંગે છે કે તેમના મનોબળને ઘટાડવા માંગે છે.'

congress bharatiya janata party arun jaitley rahul gandhi